દુનિયાના વિકસિત એટલે કે ધનિક દેશો દેવાના પગતળે દબાઇ ગયા છે. આ દેશો એ વર્ષ 2000 થી લઇને 2008 દરમ્યાન વિભિન્ન માધ્યમો પાસેથી મોટી માત્રા લોન લીધી. પરંતુ તેઓ લોનને સમયસર ચૂકવી શક્યા નહીં અને દેવાનો બોજો આ દેશો પર સતત વધતો ગયો. દેવું ચૂકવવામાં ઢીલ વર્તાવાના લીધે આ દેશોને હવે દેવાના આ બોજમાંથી બહાર નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે.
મૈકિંસે ગ્લોબલ ઇન્સ્ટિટ્યુટ દ્વાર આ અંગે કરાયેલા એક સર્વે પ્રમાણે અમેરિકાએ હવે પોતાના દેવાને ઓછું કરવા માટેના પગલાંઓ ઉઠાવાના શરૂ કરી દીધા છે પરંતુ આ ઘટાડો એ બોજની તુલનામાં ઘણો ઓછો છે. જેને તે 2000-2008 દરમ્યાન લીધો હતો. પરંતુ યુરોપના કેટલાંય દેશોની આર્થિક સ્થિતિ આજે 2008ની સરખામણીમાં ક્યાં ખરાબ છે અને તેના અર્થતંત્રને ગિરવે મૂકવાની સ્થિતિ પેદા થઇ છે. મોટાભાગના ધનિક દેશોના દેવાના સ્તરમાં સતત વધારો થયો જેના લીધે તેઓ સંકટમાં આવીને ઉભી રહી ગયા છે.
રજૂ છે દેવામાં ડૂબેલા દુનિયાના મોટા દેશો પર એક ફોટો ફીચર -