દેશમાં પેટ્રોલના ભાવ આસમાન પર પહોંચી ગયા છે, ત્યારે ક્રૂડ તેલમાં તેજીના લીધે બાઇકના ભાવ પણ સતત વધી રહ્યા છે. એવામાં જ્યારે બાઇક તમારી જિંદગીને સરળ બનાવાનું કામ કરે છે, તો લોકો હવે સસ્તી અને એવરેજ આપનાર બાઇક પર વધુ ધ્યાન આપી રહ્યા છે. ભારતમાં પણ ઓટોમોબાઇલ કંપનીઓ પણ એક-એકથી ચઢિયાતા બાઇક લોન્ચ કરી રહી છે. તેમાં કેટલાંય હાઇ પાવર સ્પોર્ટ્સ બાઇક છે, તો કેટલાંક એવરેજના મામલામાં જબરદસ્ત પરફોર્મન્સવાળા બાઇક.
આ બધાની વચ્ચે ભારતમાં સસ્તી બાઇકોનું ચલણ વધી ગયું છે. દેશના 5 સૌથી સસ્તા બાઇકનો દબદબો આ સેગમેન્ટમાં ખાસો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ યામાહાએ પણ દુનિયાની સૌથી સસ્તી બાઇકને અંદાજ 28000 રૂપિયામાં બજારમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. રજૂ છે ભારતની એવી જ 5 સસ્તી બાઇકો પર એક ફોટો ફીચર -