Advertisement
Home >> Share Bazaar >> IPO >> 2012 In Companies IPO Is Fail

2012માં આ કંપનીઓના આઈપીઓનો થયો ફિયાસ્કો

1 of 11 Photos

વર્ષ 2012 સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે આઈપીઓ માર્કેટ માટે વસમું સાબિત થયું હતું. સોસ્શયલ નેટવર્કિંગ જાયન્ટ ફેસબુકનો આઈપીઓ આમા મોખરે રહ્યો હતો. મે 2012માં પ્રાઈમરી માર્કેટમાં આવેલા ફેસબુકના આઈપીઓના નબળા પ્રતિસાદ બાદ રોકાણકારોને વળતરમાં પણ કાંઈ ખાસ રાહત મળી નથી. એક રિપોર્ટ મુજબ 2012માં આઈપીઓ કામગીરીમાં નાટ્યાત્મક રીતે ઘટાડો નોંધાયો હતો. અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે કુલ 768 આઈપીઓ આવ્યા હતાં જેના દ્વારા 118.5 અબજ ડોલર એકત્રિત થયા હતાં. જ્યારે તેની સામે 2011માં 1,225 ઇશ્યૂ મારફતે 170 અબજ ડોલરનું ભંડોળ ઉભું કરાયું હતું.

જો કે વૈશ્વિક આર્થિક અસ્થિરતાના વાદળો દેશના પ્રાઈમરી માર્કેટ ઉપર પણ ઘેરાતાં સમાન સ્થિતિ જોવા મળી રહી છે. સિંગાપોરમાં રિલાયન્સ કોમ્યુનિકેશના કેબલ કંપનીનો આઈપીઓ પડતો મૂકવો પડ્યો હતો. જ્યારે સ્થાનિક આઈપીઓ માર્કેટમાં ચાલુ વર્ષે આવેલા 26માંથી બે આઈપીઓ સંવર્ધન મધરસન અને પ્લાસ્ટીન ઈન્ડિયાના ભરણાને રોકાણકારોની નીરસતાને પગલે પાછા ખેંચવાની નોબત આવી હતી. 


Your Opinion
 
 
Code:
8 + 4

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment