-રિલાયન્સ ઇન્ડની સૌથી મોટી છલાંગ, 134મા ક્રમેથી 99મા ક્રમે -ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સનો પણ સમાવેશ
ભારતની 8 કંપનીઓ ફોર્ચ્યુનની 2012ની 500 સૌથી મોટી કંપનીઓની યાદીમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. તેમાઁથી જાહેર ક્ષેત્રની ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડને ટોચની 100 કંપનીઓમાં જગ્યા મળી છે.
તાજેતરની આવકોની દ્રષ્ટિએ દુનિયાની અગ્રણી 500 કંપનીઓની ફોર્ચ્યુને તૈયાર કરેલી યાદીમાં ટોચના સ્થાને 48448.9 કરોડ ડોલરની આવક સાથે એનર્જી કંપની રોયલ ડચ શેલ કંપની છે. બીજા ક્રમે એનર્જી કંપની એક્ઝોન મોબિલ, ત્રીજા ક્રમે વોલ માર્ટ સ્ટોર્સ, ચોથા ક્રમે એનર્જી કંપની બીપી તેમજ ત્યારબાદ ઓઇલ ઉત્પાદક અને રિફાઇનર સિનોપેક ગ્રુપ છે.
યાદીમાં સીટીગ્રુપ, આર્સેલર મિત્તલ જેવા ભારતીય મૂળના વ્યક્તિઓના સંચાલન હેઠળની કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
યાદીમાં 132 અમેરિકાની, ચીનની 73 અને જાપાનની 68 કંપનીઓનો સમાવેશ થયો છે.