Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
તેજીનાં નિર્ણાયક તબક્કામાં શેરબજાર
Bharat Dalal
| Jan 07, 2013, 07:17AM IST

નવા વર્ષનો આરંભ તેજી સેંટીમેંટે બેતરફી તોફાની વધઘટનો રહ્યો અને તમામ સૂચકઅંકોમાં ૨૦૧૨ની ઉચ્ચતમ સપાટી ઓળંગાઈ છે.
વીતેલા સપ્તાહ દરમ્યાન ૩જીની ટર્નિગનાં ઊંચા ભાવો ૮૦%થી વધુ શેરોમાં ઓળંગાયા હોવાથી તેમ જ ૪થીનાં રોજ નીચાં મથાળેથી ધીમા સુધારા બાદ છેલ્લા કલાકમાં જે વ્યાપક અને ઝડપી સુધારો આવ્યો છે એ જોતાં તેજીની ચાલની પરાકાષ્ઠા વર્તમાન સપ્તાહમાં જોવાશે અને ૮મીથી ૧૦મી સુધીમાં વિવિધ શેરો ટોપ આઉટ થઈ જશે અને ૯૯% ૧૪મી શરૂ થતાં સપ્તાહમાં બજારમાં સારુ કરેકશન આવશે.
પ૮પ૬થી શરૂ થયેલ સુધારાની ચાલનું ૨પથી ૩૩% જેટલું હશે એ સંજોગો ધ્યાનમાં લેતાં વર્તમાન સપ્તાહમાં ઉછાળાને અનુસરવામાં સાવચેતી રાખવી અને નવું લેવા કરતાં જે શેરોમાં આગલા દિવસની ઊંચી સપાટી ન ઓળંગાય એમાં લેણમાં નફો કરવો અને ૪થીના બંધ ભાવ નીચે જેમાં બંધ આવે તેમાં મંદીનો ધંધો શરૂ કરવો જેનો સ્ટોપલોસ તાજેતરમાં જોવાયેલ ઊંચાભાવની ઉપર ૧ ટકાનો રાખવો.
વીતેલાં સપ્તાહમાં ઊંચા ભાવથી જે આંચકા આવ્યા તે બજારમાં ઊંચા મથાળે ડિસ્ટ્રીબ્યુશનનો સંકેત આપે છે તેમ જ બજાર દૈનિક ધોરણે વધુ પડતાં લેણની સ્થિતિમાં આગળ વધી રહ્યું છે. નવા સપ્તાહમાં ૮મીના નીચા ભાવો મહત્ત્વના રહેશે.
ટ્રેડિંગ ટિપ્સ
મુંબઈ શેરબજાર આંક : ૧૯૬૬૦ ઉપર સુધારાની ચાલ જળવાશે અને ઉપરમાં ૧૯૯૨૦થી ૨૦૦પ૦ સુધીના ઉછાળામાં વેચવું નીચામાં ૧૯પ૨૦ અને ૧૯૩૪૦ ટેકાની સપાટી છે.
એસીસી : ૧૪૨૭ ઉપર લઈને વેપાર કરવો અને ૧૪૪૬ ઉપર ૧૪પપથી ૧૪૭૦ સુધીના ઉછાળામાં વેચવું ૧૪૨૭ તૂટતાં ૧૪૧૦, ૧૩૮પનો ભાવ.
એક્સિસ બેંક : ૧૩૯૬નાં સ્ટોપલોસે વેચો ૧૩૭૩ તૂટતા ૧૩પપથી ૧૩૩૦નો ભાવ ૧૩૯૬ ઉપર ૧૪૧૦.
આઈસીઆઈસીઆઈ : ૧૧૭૭ ઉપર ૧૧૬૬નાં સ્ટોપલોસે લેવું ઉપર ૧૧૯૭થી ૧૨૧૦ વચ્ચે વેચવું ૧૧૬પ તૂટતાં ૧૧૪પથી ૧૧૨૦નો ભાવ.
સ્ટેટ બેંક : ૨૪૭૬ ઉપર ઉછાળામાં ૨પ૦૦થી ૨પ૧પ વચ્ચે વેચવું. ૨૪૬૧ તૂટતાં ૨૪૩૭થી ૨૪૦૮નો ભાવ.
મારુતિ : ૧પ૩૧ ઉપર રૂખ તેજીની અને ૧પપ૮ ઉપર ૧પ૮૦નાં ઉછાળામાં વેચવું. ૧પ૨૯ તૂટતાં ૧૪૯પ.
તાતા મોટર્સ : ૩૨૨ આસપાસ ૩૨૮ના સ્ટોપલોસે વેચવું. હવે ૩૧૨ નીચે બંધ આવતાં ૩૦૩, ૨૯પનો ભાવ.
ઈન્ફોસિસ : ૨૩૨૮ ઉપર તેજી રૂખે ઉપરમાં ૨૩૬૭થી ૨૩૮પ સુધીના ઉછાળામાં વેચવું. ૨૩૨પ તૂટતાં ૨૨૮પ સુધીનો ધટાડો જોવાશે.
ટીસીએસ : ૧૨૮૪ ઉપર લેણ જાળવવું અને ઉપરમાં ૧૩૧૦થી ૧૩૨પ વચ્ચે વેચવું. ૧૨૮૨ નીચે ૧૨૬૮ ૧૨૪૨નો ભાવ.
તાતા સ્ટીલ : ૪૩પ ઉપર જ ધ્યાન તેજી રાખવું અને ૪૪૬થી ૪પ૦ વચ્ચે વેચવું. હવે ૪૨પ તૂટતાં ૪૧૩, ૪૦૩નો ભાવ જોવા મળી શકે.
dalal123_bd@yahoo.co.in
ચાર્ટ વાણી, ભરત દલાલ







