વૈશ્વિક અને સ્થાનિક નેગેટિવ બાબતોથી ઘેરાયેલા ભારતીય શેરબજારો વધુ ડાઉન કરેકશન તરફે જઇ રહ્યા છે. વિદેશી ફંડોની ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓ સતત લેવાલ છે. જીડીપી ગ્રોથના અંદાજ સતત ઘટતા જાય છે. તેમ રોકાણકારોનો વિશ્વાસ ઘટતો જાય છે. બજેટને હવે 20 દિવસ બાકી છે. ત્યારે વિદેશી ફંડો જે ક્ષેત્રોમાં બજેટ લક્ષી લાભો અપેક્ષિત છે તેમાં ખરીદી વધારતા જાય છે. યુ.પી.એ. સરકાર પોતાના છેલ્લાં બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, પાવર, બેન્કિંગ તેમજ સુગર સેકટરને લાભ અને ટેક્ષ, એક્સાઇઝમાં લાભ આપે તેમજ ઇન્કમટેક્સમાં સ્લેબ ઘટાડી લાભ આપે તેવી શક્યતા છે. બજેટ ઉદ્યોગો, બેન્કિંગ તથા શેરબજાર માટે લાભદાયી રહેવાની ધારણા છે. નિફ્ટીમાં 5900 મુખ્ય સપોર્ટ છે. આ તૂટતા 5850/5800 સુધી નીચલા સ્તરે આવી 5995 તેમજ 6040 ક્રોસ થઇને બંધ આવ્યા બાદ તેજી તરફે ટ્રેન્ડ થાય તેમ છે.
નજીકનો ટ્રેન્ડ કરેકટીવ છે અને નવા સપ્તાહમાં પણ વધઘટે નિફ્ટી આં પ્રેશરમાં રહે તેવું જણાય છે. 5800 થી 5850 નિફ્ટી આંક આવે ત્યારે પસંદગીના સુગર, સિમેન્ટ, ઓટો, બેન્કિંગ શેરો લેવાથી બજેટ પછીના બે મહિના સુધીમાં હાલના ભાવથી 15 થી 20 ટકા વળતર મળવાની શકયતા છે.