દુનિયાના સૌથી મોંઘા ધર્મગુરુના રહેઠાણમાં દલાઇ લામાનું ઘર પોટલા પેલેસ પણ છે. અંદાજે 160 કરોડ રૂપિયાના આ પેલેસમાં ધર્મગુરુ દલાઇ લામા દર વર્ષે ઠંડીની મોસમમાં રહેતા હતા. ત્યારે ગરમીમાં તેઓ નોરબુલિંગ્કા પેલેસમાં શિફ્ટ થઇ જતા હતા. હાલમાં આ પેલેસની કિંમત અબજો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. લ્હાસામાં હાજર આ બંને ઘરોની વચ્ચે અંદાજે 3 કિલોમીટરનું અંતર છે. આજે અમે તમને દુનિયાના ગણતરીના મોંઘા ધર્મગુરૂના રહેઠાણમાં સામેલ પોટલા પેલેસ અંગે બતાવા જઇ રહ્યા છીએ.
તમે એ જાણીને આશ્ચર્ય થશે કે તિબ્બતની રાજધાની લ્હાસામાં દલાઇ લામા પોતાના શાનદાર મહેલને છોડીને ભારતમાં શરણ લીધું હતું. લ્હાસામાં પોટલા પેલેસને 1994માં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું હતું. 14મા દલાઇ લામાએ ભારતના પૂર્વ છોર ધર્મશાળાને જ પોતાનો આશરો બનાવ્યો હતો. દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુ તેમના દર્શન માટે ભારત આવે છે.
અંદાજે 400 મીટર પૂર્વ-પશ્ચિમ અને 350 મીટર ઉત્તર-દક્ષિણમાં ફેલાયેલ છે. આ પેલેસ ભૂકંપ રહિત છે. પેલેસની 13મા માળની બિલ્ડિંગમાં 1000થી વધુ રૂમ, 10000 શ્રાઇન અને અંદાજે 2 લાખ સ્ટેચ્યુ છે. પોટલા પેલેસ ત્રણ બાજુએ પહાડોથી ઘેરાયેલ છે. તેના લીધે તે સૌથી સુરક્ષિત ધર્મગુરૂ નિવાસ સ્થળ પણ મનાય છે.
2002માં આ પેલેસનું રિનોવેશન કરાયું હતું. યુનેસ્કોના મતે તેનો કુલ ખર્ચ 123.75 કરોડ રૂપિયા થયો હતો. આની પહેલાં 1989 થી લઇને 1994ની વચ્ચે તેના રિનોવેશનમાં પહેલાં જ 37.40 કરોડ રૂપિયા ખર્ચ થઇ ચૂક્યો હતો, જે હાલમાં અબજો રૂપિયા બરાબર મનાય છે.
આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જુઓ દુનિયાના જાણીતા ધર્મગુરૂ દલાઇ લામા જે ઘરમાં રહેતા હતા તે અંદરથી કેવો દેખાય છે. 1000 રૂમ અને કેટલાંય ખંડોવાળા આ ઘરમાં કેવી રીતે રહેતા હતા દલાઇ લામ.