ગત સપ્તાહમાં GDP વિશે નબળા અનુમાન તેમજ IIPના ડેટા અપેક્ષિત કરતાં ઘણા નીચા આવતા બજારને વધવામાં સહકાર મળ્યો ન હતો. બે સપ્તાહ પછી આવનાર કેન્દ્રીય બજેટમાં સરકાર હવે ઇન્ડસ્ટ્રીઝવાઇઝ જેવી રાહતો તેમજ છૂટછાટ આપે છે. તેની પર સહુની નજર છે. નિફ્ટીમાં 6158નું ટોપ બન્યા પછી શુક્રવારે 5858નું ન્યુનતમ લેવલ જોવાયું છે. આમ, બજાર બજેટ પહેલાં જ ઘણી મંદીનો સામનો કરી રહ્યું છે.
નિફ્ટી 5840 અને 5800ના સપોર્ટ જો બ્રેક કરો તો વધારે કરેકશન આગળ વધી શકે. પરંતુ હાલના ભાવો એફઆઇઆઇ માટે નવા સપ્તાહમાં ખરીદી માટે આકર્ષક જણાય છે. બેન્કિંગ તેમજ સ્ટીલ શેરો વધારે કરેકશનના હોડમાં રહ્યાં. આ ક્ષેત્રના મેરીટ ધરાવતા શેરોમાં હવે પછી રોકાણ કરવાથી બે મહિનામાં 15 થી 20% જેટલો લાભ મળી શકે. બજારનો લાંબાગાળાનો વક્કર બુલીશ છે.