ગુજરાતી મલ્ટી બિલિયોનર ગૌતમ અદાણીના દીકરા કરણ અદાણીના દિકરાના લગ્નમાં ઉદ્યોગપતિઓનો મેળાવડો જામ્યો હતો. મુકેશ અંબાણી, અનિલ અંબાણી અને તેમની માતા કોકિલાબહેન, કે.વી.કામથ, અનિલ અગ્રવાલ, ઉદય કોટક સહિત તમામ ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. લગ્નના દિવસે ગોવામાં યોજાયેલી પાર્ટીમાં ભારતના ટોપ લેવલના લોકોએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અને કેન્દ્રીય મંત્રી શરદ પવાર પણ હાજર રહ્યા હતા.
કરણ અદાણીના લગ્ન પરિધિ શ્રોફ સાથે 13મી ફેબ્રુઆરીના રોજ ગોવાની હોટલ તાજ ધ વિલેજમાં હતા. આ લગ્નનું ફંકશન 11 થી 13મી ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. (તસવીરો સૌજન્ય: ઇકૉનોમિક ટાઇમ્સ)
ગોવામાં યોજાયેલી શાનદાર પાર્ટીની તસવીરો જોવા માટે આગળ સ્લાઇડ પર ક્લિક કરો....