Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
સોનાના ભાવ એક મહિનાની નીચલી સપાટીએ
Business Desk
| Jan 18, 2013, 16:31PM IST

સોનાના ભાવ શુક્રવારે એક મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યા. રૂપિયો મજબૂત બનતા સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. સોનાની સાથો સાથ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
લગ્નગાળાની સીઝનના લીધે દેશમાં સોનાની ખરીદીમાં સતત વૃદ્ધિ જોવા મળી હતી. તેમજ આ સમયગાળા દરમ્યાન તહેવારના લીધે સારી એવી ખરીદી રહી.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) ખાતે સોનાનો ફેબ્રુઆરી વાયદો સૌથી વધુ એક્ટિવ જોવા મળ્યો. દસ ગ્રામ સોનાનો ભાવ 30610 રૂપિયા ગયો હતો, જે 20મી ડિસેમ્બર પછીનો સૌથી નીચો ભાવ છે.
જાન્યુઆરી મહિનામાં આયાતકારો એક્ટિવ થયા છે.








