IIP આંકડા અને રિટેલ મોંઘવારીના ખરાબ આંકડા છતાંય બજારે દમ દેખાડ્યું

ખરાબ આઇઆઇપી આંકડા અને રિટેલ મોંઘવારીમાં વધારા છતાંય બજારે દમ દેખાડયું. સેન્સેક્સ 105 અંક વધીને 19566 અને નિફ્ટી 25 અંક વધીને 5923 પર બંધ રહી.
પરંતુ સ્મોલ અને મિડકેપ શેરો પર દબાણ બની રહ્યું. નિફ્ટી મિડકેપ 1 ટકા અને બીએસઇ સ્મોલકેપ 0.6 ટકા તૂટ્યો.
2જી સ્પેક્ટ્રમ ગોટાળામાં સીબીઆઇ વકીલ અને આરોપીઓની વચ્ચે સાંઠગાંઠ થયાના ખુલાસાથી ડીબી રિઅલટી અને યુનિટેક શેરોની જોરદાર પિટાઇ થઇ. તેના લીધે રિઅલટી ઇન્ડેક્સ 5 ટકાથી વધુ તૂટયો.
ટ્રેડિંગ સેશનના પહેલાં દોઢ કલાકમાં બજારમાં વોલેટાલિટી નજર આવી હતી. નિફ્ટી 5900ની નજીક ફરતો નજર આવ્યો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી હાવી નજર આવી.
ધારણા કરતાં ખબૂજ ખરાબ આઇઆઇપી આંકડાઓથી બજારમાં નિરાશા વ્યાપી અને રેડ ઝોનમાં ગયું. ડિસેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનનો વિકાસ દર -0.6 ટકા રહ્યો છે, જ્યારે ધારણા 1.1 ટકા રહેવાની હતી.
આઇઆઇપીની સાથે રિટેલ મોંઘવારીના આંકડાઓએ પણ બજારને નિરાશ કર્યા. જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી દર વધીને 10.79 ટકા રહ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી 10.56 ટકાના સ્તર પર રહી હતી.
પરંતુ બજાર આઇઆઇપી અને રિટેલ મોંઘવારીને બેવડા ઝાટકામાંથી ઝડપથી બહાર આવ્યું, નિફ્ટી ફરીથી 5900ની ઉપર પહોંચી. સેન્સેક્સમાં અંદાજે 90 પોઇન્ટની તેજી દેખાઇ.
યુરોપીયન બજારોની નબળી શરૂઆત છતાંય સ્થાનિક બજારોમાં મજબૂતી યથાવત રહી. ટ્રેડિંગ સેશનના છેલ્લાં કલાકોમાં બજારે ઝડપ પકડી. સેન્સેક્સ 125 અંક વધ્યો અને નિફ્ટી 5925ની ઉપર પહોંચ્યો.
સવારે ખૂલતા બજારે
આંતરરાષ્ટ્રીય બજારોમાંથી નક્કર સંકેત ન મળવાથી સ્થાનિક બજારોએ મિશ્રપ્રતિસાદ સાથે શરૂઆત કરી. સેન્સેક્સ 30 અંક વધીને 19490 અને નિફ્ટી 3 અંક તૂટીને 5894 પર ખૂલી. શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 5900ની ઉપર પહોંચી છે.
પીએસયુ, ઑઇલ એન્ડ ગેસ, અને ઑટો શેર 0.75-0.5 ટકા ચઢ્યો છે. હેલ્થકેર, બેન્ક, એફએમસીજી, કન્ઝયુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં અંદાજે 0.25 ટકાની તેજી છે. મેટલ શેર સુસ્ત છે.
રિઅલટી શેર 2.5 ટકા તૂટ્યો છે. આઇટી અને ટેકનોલોજી શેરોમાં 0.75-0.5 ટકા તૂટ્યો છે. પાવર શેરો પર પણ દબાણ છે.
ઓએનજીસીના સારા પરિણામો આવવાની આશાએ શેર 2 ટકા ચઢ્યો છે.
હીરો મોટોકોર્પ, કોલ ઇન્ડિયા, ટાટા મટોર્સ, ડૉ.રેડ્ડી, મારૂતિ સુઝુકી, હિન્દાલકો, પીએનબીમાં 1.5-0.5 ટકાની તેજી છે.
જેપી એસોસીએટ્સ 1.5 ટકા તૂટ્યો. જ્યારે જિંદાલ સ્ટીલ, ઇન્ફોસીસ, સિપ્લા, વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટસ પાવર ગ્રીડ, ટાટા પાવરમાં 1.25-0.5 ટકાની નરમાઇ છે.
2જી સ્પેક્ટ્રમ ગોટાળામાં સીબીઆઇના વકીલની સાથે સાંઠગાંઠના આરોપ લાગ્યા બાદ યુનિટેક અને ડીબી રિઅલટી 16 ટકા તૂટ્યો છે.
એશિયન બજારોમાં નિક્કી 2.5 ટકા ઉછાળો છે. જોકે, કોસ્પીમાં નજીવો ઘટાડો છે. સિંગાપુર નિફ્ટીમાં સુસ્તી છે, પરંતુ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં વેપાર કરી રહ્યો છે. બાકી એશિયન બજાર આજે બંધ છે.
સોમવારના રોજ અમેરિકન બજાર નજીવી નરમાઇ સાથે બંધ રહ્યા.








