Advertisement
Home >> Share Bazaar >> Stock Market >> Indian Stock Market Flat, Coal India Strong

સેન્સેક્સ 111 અંક તૂટ્યો, 1 શેરની સામે 4 શેર તૂટ્યા

Business Desk | Feb 14, 2013, 16:21PM IST
 
 


બે દિવસ ઉપરમાં ટ્રેડ થયું અને મજબૂતી દેખાડ્યા બાદ આજે બજાર ફરીથી તૂટયું. આજે સેન્સેક્સ-નિફ્ટી અંદાજે અડધા ટકાના ઘટાડા પર બંધ રહ્યા. અગ્રણીઓની સરખામણીમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોનું ધોવાઇ થયું છે. આ સપ્તાહમાં સોમવારનો દિવસ છોડતા મિડકેપ ઇન્ડેક્સ છેલ્લાં દસ દિવસની નીચલી સપાટીએ રહી છે. બજારમાં દર એક વધનાર શેરની સામે 4 શેરો તૂટયા છે.

કેપિટલ ગુડઝ શેરો આજે ધોવાયા છે. સાથો સાથ ઑઇલ એન્ડ ગેસ, ઑટો, પાવર, રિઅલટી, અને ફાર્મા શેરોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું. એફએમસીજી અને આઇટી શેરોમાં થોડી ઘણી ખરીદી જોવા મળી.

આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 111 અંક તૂટીને 19497 અને નિફ્ટી 36 અંક તૂટીને 5897 પર બંધ રહી.

સિમેન્સ, ભારતી એરટેલ, બીપીસીએલ, પાવર ગ્રીડ, મારૂતિ સુઝુકી, વિપ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, એલએન્ડટી, રૈનબક્સી, રિલાયન્સ ઇન્ફ્રા, આઇડીએફસી, એસબીઆઇ, અને સેસા ગોવા 5-2 ટકા તૂટીને બંધ રહ્યો. જોકે, ગેલ, એચયુએલ, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક, એશિયન પેન્ટ્સ, કોલ ઇન્ડિયા, એનટીપીસી, ગ્રાસીમ, ઇન્ફોસીસ, ટાટા પાવર, ટીસીએસ, અંબુજા સિમેન્ટ, જેપી એસોસીએટ્સ, અને એચડીએફસી 2.1-0.5 ટકા ચઢીને બંધ રહ્યો.

મિડકેપ શેરોની વાત કરીએ તો ટીવી 18 બ્રોડકાસ્ટ, ઑપ્ટો સર્કિટ્સ, પૂર્વાંકરા પ્રોજેક્ટ્, નેટવર્ક 18, શોભા ડેવલપર્સ સૌથી વધુ 14-6.7 ટકા તૂટીને બંધ રહ્યા. ઇન્ડિયન ઇંફોટેક, ડીબી રિઅલટી, કિર્લોસ્કર ઑઇલ, સુઝલોન, અને પેજ ઇન્ડસ્ટ્રીઝ જેવા મિડકેપ શેર સૌથી વધુ 7-3.2 ટકા વધીને બંધ રહ્યો.

સવારે ખૂલતા બજારે
એશિયન બજારોમાંથી મજબૂતીના સંકેત મળવાથી સ્થાનિક બજારોએ નજીવી તેજીની સાથે શરૂઆત કરી છે. સેન્સેક્સ 19 અંક વધીને 19627 અને નિફ્ટી 0.25 અંક વધીને 5933 પર ખૂલી છે.

રિઅલટી, આઇટી, ઑઇલ એન્ડ ગેસ, અને સરકારી કંપનીઓના શેરોમાં 0.4-0.2 ટકાની તેજી છે. કેપિટલ ગુડઝ અને ટેકનોલોજી શેરોમાં નજીવી મજબૂતી છે.

ઑટો શેર 0.5 ટકા તૂટ્યો છે. બેન્ક, કન્ઝયુમર ડ્યુરેબલ્સ, પાવર, મેટલ શેર 0.2 ટકા નબળો છે. હેલ્થકેર અને એફએમસીજી શેરો પર દબાણ છે.

સારા પરિણામોની આશાએ કોલ ઇન્ડિયાનો શેર 1.5 ટકા ચઢ્યો છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાની આશાએ બીપીસીએલ, ઇન્ડિયન ઑઇલ, એચપીસીએલ, ઓએનજીસી, 1 ટકા વધુ ચઢ્યો છે.

ઇન્ફોસીસે એનવાઇએસઇ યુરોનેક્સ્ટમાં પણ એડીઆર લિસ્ટ કર્યાની અરજી કરી છે. ઇન્ફોસીસના શેર 0.75 ટકા મજબૂત છે.

બેન્ક ઓફ જાપાનની બેઠક પહેલાં એશિયન બજારોમાં મજબૂતીનું વલણ છે. પાંચ વર્ષની ઊંચાઇએ પહોંચ્યા બાદ બુધવારના રોજ અમેરિકન બજારોમાં મિશ્રપ્રતિસાદ જોવા મળ્યો.

 

Your Opinion
 
 
Code:
7 + 10

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment