મિડકેપ શેરો તેજી સાથે બંધ, પ્રોફિટબુકિંગ હાવી રહ્યું

ટ્રેડિંગ સેશન પૂરું થવા પર પ્રોફિટબુકિંગના લીધે બજારમાં નજીવી વૃદ્ધિ રહી. સેન્સેક્સ 30 અંક વધીને 19498 અને નિફ્ટી 11 અંક વધીને 5898 પર બંધ રહી.
રિઅલટી શેર ચઢ્યા. કેપિટલ ગુડઝ અને પાવર શેર 1 ટકા મજબૂત રહ્યા. મેટલ, પીએસયુ, અને એફએમસીજી શેરોમાં 0.5-0.25 ટકાની તેજી આવી. બેન્ક, ઓટો, અને હેલ્થકેર શેરોમાં નજીવી વૃદ્ધિ રહી.
નબળો રૂપિયો છતાંય આઇટી અને ટેકનોલોજી શેર 0.5 ટકા તૂટ્યા.
અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયામાં નરમાઇ ઓછી થઇ છે. રૂપિયો 54.42ની સપાટી પર ખૂલ્યો હતો. હાલ રૂપિયો 54.31ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.
સવારે ખૂલતા બજારે
આંતરરાષ્ટ્રીય બાજરોમાંથી મળેલા સંકેતોના લીધે સ્થાનિક બજારોએ સુસ્ત શરૂઆત કરી છે. સેન્સેક્સ 28 અંક વધીને 19496 અને નિફ્ટી 1 અંક વધીને 5889 પર ખુલી છે.
સરકારી કંપનીઓના શેરોમાં 0.5 ટકાથી વધુની તેજી છે. રિઅલટી અને ઑઇલ એન્ડ ગેસ શેર 0.5 ટકા વધ્યો છે. હેલ્થકેર, બેન્ક, મેટલ, પાવર શેરોમાં 0.4-0.1 ટકાની મજબૂતી છે.
કન્ઝયુમર ડ્યુરેબલ્સ, આઇટી, ટેકનોલોજી, ઑટો શેરમાં 0.4-0.1 ટકાની નરમાઇ છે. એફએમસીજી અને કેપિટલ ગુડઝ શેરોમાં સુસ્ત વેપાર નજર આવી રહ્યો છે.
પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધ્યા બાદ બીપીસીએલ, એચપીસીએલ, ઇન્ડિયન ઑઇલ, ઓએનજીસી 2.5-1 ટકા ઉછળ્યો છે.
ડીએલએફ, કેઇર્ન ઇન્ડિયા, સિપ્લા, જેપી એસોસીએટ્સ, હિન્દાલકો, રેનબક્સી, ડૉ.રેડ્ડી, બેન્ક ઑફ બરોડા, એસબીઆઇ જેવા શેરોમાં 2-0.5 ટકાની તેજી છે.
અંબુજા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, સિમેન્સ, એક્સિસ બેન્ક, ગેલ, એશિયન પેન્ટ્સ, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, ટીસીએસ, આઇડીએફસી, એમએન્ડએમ, ઇન્ફોસીસ 2-0.5 ટકા તૂટ્યો છે.
એતિહાદ ચેરમેન શેખ હમીદે કહ્યું કે જેટની સાથે સોદાની સમીક્ષાની જરૂરિયાત છે અને માર્ચમાં સોદો પૂરો થવાની આશા છે. જેટ એરવેઝનો શેર 5.5 ટકા તૂટ્યો છે.
એશિયન બજારોમાં મિશ્રપ્રતિસાદ જોવા મળી રહ્યો છે. યેનના લીધે નિક્કી 2 ટકાથી વધુ ચઢ્યો છે.
શુક્રવારના રોજ નક્કર સંકેતોના અભાવમાં અમેરિકન બજારોમાં સુસ્તી છવાઇ રહી.








