સેન્સેકસ-નિફ્ટીમાં ઘટાડો, નિફ્ટી 6000ની નીચે

શેરબજારમાં આજે સુસ્તી છવાયેલી રહી. સેન્સેક્સ-નિફ્ટી 0.5 ટકા તૂટ્યા. સ્મોલકેપ શેર 0.5 ટકા તૂટ્યો.
શેરબજારમાં આજે ફરી એકવખત મેટલ શેરોમાં ચમક વધવા લાગી છે. આ સિવાય ફાર્મા અને ઑટો શેરમાં પણ જોશ દેખાયો. ડીઝલના ભાવ વધવાની આશાથી આજે ફરી એકવખત તેલ શેરો ચાલ્યા. બજારમાં છેલ્લાં કલાકમાં પ્રોફિટબુકિંગના લીધે જોરદાર તેજી જોવા મળી.
કેપિટલ ગુડઝ, રિઅલટી, એફએમસીજી, અને કન્ઝયુમર ડ્યુરેબલ્સ શેરોમાં આવેલા ઘટાડાએ બજાર પર દબાણ બનાવાનું કામ કર્યું. સેન્સેક્સ 92 અંક ઘટીને 19691 અને નિફ્ટી 0.5 ટકા ઘટીને 5988.50 પર બંધ રહી.
સવારે ખૂલતા બજારે
ઓઇલ એન્ડ ગેસ, પીએસયુ, ઑટો, મેટલ અને હેલ્થકેર શેરોમાં આવેલી ખરીદીના બળ પર ભારતીય બજાર વૃદ્ધિની સાથે શરૂઆત કરવામાં સફળ રહ્યા છે. જોકે, રિઅલટી, કેપિટલ ગુડઝ, અને એફએમસીજી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. અગ્રણી શેરોની સરખામણીમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
બીએસઇ ખાતે સેન્સેકસ 2 અંકની વૃદ્ધિ સાથે 19786ની સપાટી પર સપાટ વેપાર કરી રહ્યો છે. એનએસઇ ખાતે નિફ્ટી 10 અંક વધીને 6026.50ની સપાટી પર વેપાર કરી રહ્યો છે.
બજારમાં ટ્રેડિંગ સેશન દરમ્યાન મારૂતિ સુઝુકી, ઓએનજીસી, સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, બીપીસીએલ, અને કેઇર્ન ઇન્ડિયા જેવા અગ્રણી શેરોમાં 2-0.5 ટકાનો ઉછાળો આવ્યો છે. ટાટા પાવર, એચડીએફસી, એચયુએલ, એલએન્ડટી, ડૉ.રેડ્ડી, અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા અગ્રણી શેરોમાં 1.2-0.5 ટકાનો ઘટાડો આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારોની વાત કરીએ તો એશિયન બજારોમાં નિક્કી, તાઇવાન અને કોસ્પીમાં 0.3-0.6 ટકાની નરમાઇ જોવા મળી છે. ત્યારે સ્ટ્રેઇટ ટાઇમ્સ, હેંગસેંગ, અને શાંઘાઇ કંપોઝીટમાં સપાટ વેપાર થઇ રહ્યા છે. એસજીએક્સ નિફ્ટીમાં વોલેટાલિટીની સાથે વેપાર થઇ રહ્યા છે.








