દુનિયામાં પૈસા કમાનારાઓની કોઇ અછત નથી. કેટલાંકને વારસામાં અખૂટ સંપત્તિ મળતી હોય છે તો કેટલાંક પોતાની જાત મહેનતથી કમાઇને દુનિયાના ગણતરીના ધનિકોમાં સામેલ થાય છે. તો આપણે એક એવી જ મહિલાની વાત કરીએ જેનું નામ છે ઓપ્રા વિન્ફ્રે. દુનિયાની સૌથી ધનિક બ્લેલ વુમનનો ખિતાબ મેળવનાર વિન્ફ્રેની પાસે આજે અંદાજે 14850 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
એકલા 2012ની સાલમાં જ વિન્ફ્રેએ 9.70 અબજ રૂપિયાની કમાણી કરી છે. એક ગરીબ પરિવારમાંથી આવનાર વિન્ફ્રેની ધનિક બનવાની વાર્તા પૂરી રીતે સંઘર્ષ ભરેલી છે. બાળપણમાં 9 વર્ષની ઉંમરમાં વિન્ફ્રે પર કેટલીય વખત બળાત્કાર થયો. ઓપરા અને તેના ધનિક બનવાની વચ્ચેનો સંઘર્ષ જાણવા જેવો ખરો. કેટલીય વખત નજીકના લોકોએ શારીરિક શોષણ પણ કર્યું. તે 14 વર્ષની ઉંમરમાં મા બની હતી.
પરંતુ આજે ઓપ્રા વિન્ફ્રે પોતાના ઇતિહાસને પાછળ છોડતા દુનિયાની સૌથી ધનિક બ્લેક વુમન બની ગઇ છે. વિન્ફ્રેની રહેવાની સ્ટાઇલથી લઇને તેનું ઘર રાજાઓ જેવું છે.
આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો એપ્રાના સંઘર્ષની વાર્તા. કોણે અને કેટલી વખત ઓપ્રા પર કર્યો બળાત્કાર. કેવી રીતે વીતાવ્યા બાળપણના દિવસો અને આજે કઇ રીતે લકઝુરિયસ સ્ટાઇલથી જીવન વિતાવી રહી છે પરચૂરણની દુકાનમાં પહેલી વખત નોકરી કરનાર આ મહિલા.