Advertisement
Home >> Share Bazaar >> Business Forum >> LIC's Investment Cap Of 30% In Cosimprudent

LICને મળી શકે છે 30% રોકાણની મંજૂરી

Business Desk | Jan 05, 2013, 11:34AM IST
 
 


સરકાર પોતાના ડિસઇન્વેસ્ટમેન્ટ યોજનાને ધ્યાનમાં રાખતા લાઇફ ઇન્શયોરન્સ કોર્પોરેશન (એલઆઇસી)ના મામલામાં ટૂંક સમયમાં જ તેને કુલ ફંડના 30 ટકા લિસ્ટેડ અને નોન-લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરવાની સંમતિ આપવાનો નિયમ જાહેર કરશે.

નાણાંમંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે આ અંગેનું જાહેરનામું ટૂંક સમયમાં રજૂ કરાશે. અધિકારીએ કહ્યું કે એલઆઇસી કાયદો 1959ની અંતર્ગત પહેલાં જ એ જોગવાઇ છે કે વીમા નિગમ પોતાના 30 ટકા ફંડ કોઇ પણ એક કંપનીમાં રોકાણ કરી શકે છે.

ત્યારે વીમા કાયદાની અંતર્ગત જોગવાઇ છે કે કોઇપણ વીમા કંપની પોતાના ફક્ત 10 ટકા ફંડ કે પછી કંપનીનો 10 ટકા હિસ્સો બંનેમાંથી જે ઓછું હશે તે રોકાણ કરી શકે છે. નિધિ મંત્રાલય આ મામલામાં પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે એલઆઇસી કાયદો 1959 તેને વીમા કાયદા 1999થી અલગ કરે છે. રોકાણની મર્યાદા અંગે જાહેરનામું ડ્રાફ્ટ થોડાંક મહિના પહેલાં જ રજૂ કરાયું હતું.

સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી 30000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્ય રાખ્યો છે. ગયા મહિને સરકારે એનએમડીસીમાં 10 ટકા હિસ્સાને ડિસઇનવેસ્ટમેન્ટમાંથી 6000 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં હજુ સુધી વિભિન્ન કંપનીઓમાં ડિસઇનવેસ્ટમેનટમાંથી 6900 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.
 

 
 
 

Your Opinion
 
 
Code:
1 + 8

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment