રિલાયન્સ પાવરનો નફો 30.2% વધ્યો

નાણાંકીય વર્ષ 2013ના ત્રીજા ત્રિમાસિકમાં રિલાયન્સ પાવરનો નફો 30.2 ટકા વધીને 265.4 કરોડ રૂપિયા થઇ ગયો છે. નાણાંકીય વર્ષ 2012ના ત્રીજા ત્રિમાસિકમાં કંપનીનો નફો 204 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાંકીય વર્ષ 2013ના ઑક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં રિલાયન્સ પાવરનું વેચાણ ત્રણ ગણું વધીને 1464 કરોડ રૂપિયા થઇ ગયું છે. નાણાંકીય વર્ષ 2012ના ઑક્ટોબર ડિસેમ્બર ત્રિમાસિકમાં રિલાયન્સ પાવરનું વેચાણ 467 કરોડ રૂપિયા રહ્યું હતું.
વાર્ષિક આધાર પર રિલાયન્સ પાવરની અન્ય આવક 217 કરોડ રૂપિયાથી ઘટીને 122 કરોડ રૂપિયા થઇ ગઇ છે. ત્યારે વાર્ષિક આધાર પર અબિટડા 150 કરોડ રૂપિયાથી વધીને 493 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
રિલાયન્સ પાવરના 1200 મેગાવોટના રોસા પ્લાન્ટમાં કામ શરૂ થઇ ગયું છે. તેમાં 103 ટકા ક્ષમતા પર કામ થઇ રહ્યું છે. ત્યારે સાસન યુએમપીપીનું આવતા થોડાંક સપ્તાહમાં કમિશન થવાની આશા છે.
બુટીબોરી પ્લાન્ટનું અન્ય યુનિટમાં પણ કામ શરૂ થઇ ગયું છે. ત્યારે રાજસ્થાનમાં સોલર સીએસપી પ્રોજેક્ટ નાણાંકીય વર્ષ 2012ની પહેલાં ત્રિમાસિકમાં કમિશન થઇ જશે.








