ડીઝલની કિંમતોમાં વધારો અને મજબૂત આંતરરાષ્ટ્રીય સંકેતોના લીધે બજારે દમ દેખાડ્યું. આજે ટ્રેડિંગ સેશન દરમ્યાન નિફ્ટી 2 વર્ષની ઉપલી સપાટી પર પહોંચ્યું. જોકે, બાદમાં બજાર પર પ્રોફિટબુકિંગ હાવી થયું.
સેન્સેક્સ 75 અંક વધીને 20039 અને નિફ્ટી 25 અંક વધીને 6064 પર બંધ રહી. સ્મોલ અને મિડકેપ શેરોમાં પ્રોફિટબુકિંગનું દબાણ દેખાયું. નિફ્ટી મિડકેપ અને બીએસઇ સ્મોલકેપ 0.25-0.5 ટકા તૂટ્યો.
ડીઝલની કિંમતોમાં વધારાના લીધે ઑઇલ એન્ડ ગેસ શેર 3 ટકા ઉછળ્યો. સરકારી કંપનીઓના શેરોમાં પણ અંદાજે 3 ટકાની તેજી આવી. રિઅલટી શેર અંદાજે 1 ટકા ચઢ્યો. કેપિટલ ગુડઝ અને બેન્ક શેરોમાં નજીવી મજબૂતી આવી.
આઇટી અને ટેકનોલોજી શેર 1 ટકા વધુ તૂટ્યો. ઑટો, મેટલ, કન્ઝયુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર શેર 0.75-0.5 ટકા તૂટ્યો. એફએમસીજી શેર સુસ્તી પર બંધ રહ્યા.
બપોરે 2 વાગ્યે
પ્રોફિટબુકિંગના લીધે બજાર ઉપલી સપાટીથી થોડું તૂટ્યું છે. જોકે, સેન્સેક્સ 20000ની ઉપર બની રહ્યો છે. બપોરે બે વાગ્યે સેન્સેક્સ 87 અંકના વધારા સાથે 20051 પર અવે નિફ્ટી 26.40 અંકના વધારા સાથે 6065.60 પર ટ્રેડ કરી રહી છે.
ઑઇલ એન્ડ ગેસ અને સરકારી કંપનીઓના શેરોમાં 3 ટકાનો ઉછાળો આવ્યો છે. કેપિટલ ગુડઝ, બેન્ક, રિઅલટી, એફએમસીજી, પાવર શેર 0.8-0.3 ટકા મજબૂત છે.
આઇટી અને ટેકનોલોજી શેરોમાં ઘટાડો વધીને અંદાજે 1-0.7 ટકા થઇ ગયો છે. ઑટો, હેલ્થકેર, કન્ઝયુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.6-0.3 ટકાની નરમાઇ છે. મેટલ શેર સુસ્ત છે.
બીપીસીએલ 9.5 ટકા, ઓએનજીસી અંદાજે 8 ટકા ઉછળ્યો છે. મારૂતિ સુઝુકીનો શેર 4.25 ટકા ચઢ્યો છે.
કયા શેરમાં હાલ શું સ્થિતિ છે તે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો...