Advertisement
Home >> Share Bazaar >> Stock Market >> Sensex Opens High

બજારે મજબૂતી ગુમાવતા સેન્સેક્સ 75 પોઇન્ટ ઘટીને બંધ

Agency | Jan 09, 2013, 16:04PM IST
 
 


ટ્રેડિંગ સેશનનાં મધ્યમાં પોતાનો વધારો ગુમવ્યા પછી શેરબજાર ઘટાડામાં તણાતું ગયું અને અંતે સેન્સેક્સ 76 પોઇન્ટ ઘટી 19666 અને નિફ્ટી 30 પોઇન્ટ ઘટી 5971ની સપાટીએ બંધ આવ્યા હતા.

એવા અહેવાલો વહેતા થયા હતા કે હવે ઉદ્યોગોએ પણ ડીઝલ બજાર ભાવે ખરીદવું પડશે, જેનાં પગલે ડીઝલનો ઉપયોગ કરતી તમામ કંપનીઓનાં શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ટ્રેડિંગ દરમિયાન ભેલ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સીમેન્ટ, અંબુજા સીમેન્ટ, એસીસી, આઇટીસી, આઇડીએફસી, ડીએલએફ, બીઓબી, સેસા ગોવા હીરો મોટોકોર્પ, જિંદલ સ્ટીલ, ટીસીએસ, એનટીપીસી, જેપી એસોસિએટ્સ, એચડીએફસી, એક્સિસ બેન્ક, વિપ્રો, બીઓબી,એસીસી, પીએનબી, રિલાયન્સ ઇન્ફ્રા અને બજાજ ઓટો જેવા શેરોમાં એકથી ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

જ્યારે ટાટા મોટર્સ, કોલ ઇન્ડિયા, એમ એન્ડ એમ, ગેઇલ, ભારતી એરટેલ,એસબીઆઇ, સન ફાર્મા, એચસીએલ ટેક, મારૂતિ સુઝુકી, સિપ્લા, બીપીસીએલ,ઓએનજીસી, એસબીઆઇ, સન ફાર્મા, એમ એન્ડ એમ, રિલાયન્સ ઇન્ડ, કેઇર્ન ઇન્ડિયા અને આઇસીઆઇસીઆઇ બેન્કનાં તેમજ ટાટા પાવર જેવા શેરોમાં 0.2 ટકાથી ચાર ટકા સુધાનો વધારો જોવા મળ્યો છે.

શેરબજારે શરૂઆતની તેજી ગુમાવી છે. એફએમસીજી, મેટલ, પાવર, આઇટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં નીકળેલી વેચવાલીને પગલે બજાર દબાણ હેઠળ આવ્યું છે. જો કે ઓટો, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ખરીદી જારી છે. સ્મોલ કેપ શેરોમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે મિડકેપ શેરો દબાણ હેઠળ જોવા મળ્યા છે. રૂપિયાની મજબૂતીને પગલે આઇટી શેરો દબાણ હેઠળ આવ્યા છે.

1.15 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 2 પોઇન્ટ ઘટીને 19740 અને નિફ્ટી 7 પોઇન્ટ ઘટી 5994 પોઇન્ટની સપાટીએ છે.

હાલ ભેલ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સીમેન્ટ, આઇટીસી, આઇડીએફસી, હીરો મોટોકોર્પ, જિંદલ સ્ટીલ, ટીસીએસ, એનટીપીસી, જેપી એસોસિએટ્સ, એચડીએફસી, એક્સિસ બેન્ક, વિપ્રો, બીઓબી,એસીસી, પીએનબી, રિલાયન્સ ઇન્ફ્રા અને બજાજ ઓટો જેવા શેરોમાં અડધાથી બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

જ્યારે ટાટા મોટર્સ, કોલ ઇન્ડિયા, એમ એન્ડ એમ, ગેઇલ, ભારતી એરટેલ,એસબીઆઇ, સન ફાર્મા, એચસીએલ ટેક, મારૂતિ સુઝુકી, સિપ્લા, બીપીસીએલ અને ટાટા પાવર જેવા શેરોમાં અડધાથી પાંચ ટકા સુધાનો વધારો જોવા મળ્યો છે.

જેએલઆર દ્વારા અનેક પ્રોડક્ટોનું લોન્ચિંગ અને ચીનમાં મંદીનાં ઓછા થઇ રહેલા ભયને પગલે ટાટા મોટર્સ આગામી નાણાકીય વર્ષમાં વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા છે, તેમ ફાઇનાન્શિયલ સર્વિસીઝ કંપની CLSA એ પોતાની એક યાદીમાં જણાવ્યું છે.

આ અહેવાલને પગલે ટાટા મોટર્સનો શેર આજે શરૂઆતનાં ટ્રેડિંગમાં 5 ટકા વધી 329.50 રૂપિયાની તેની 52 સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો.
 

એશિયન બજારોમાં વધારાને પગલે ઘરેલુ શેરબજારો પણ આજે વધારા તરફી ખૂલ્યા છે. જો કે અમેરિકન બજારોમાં જોવા મળેલા ઘટાડાને કારણે ઘરેલુ બજારોમાં ઉછાળો જોવા નથી મળ્યો. ડોલરની સરખામણીમાં રૂપિયામાં જોવા મળેલી મજબૂતાને પગલે પણ બજારોને ટેકો મળ્યો છે.

હાલ (10 વાગ્યાની આસપાસ) સેન્સેક્સ 53 પોઇન્ટ વધી 19795 અને નિફ્ટી 10 પોઇન્ટ વધી 6012ની સપાટીએ છે.

ઓઇલ એન્ડ ગેસ, ફાર્મા, પીએસયુ ઓટો, રિયલ્ટી, આઇટી શેરોમાં લેવાલીને પગલે શેરબજાર વધારા તરફી છે. લાર્જ કેપ શેરોની સાથે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ વધારો જોવા મળ્યો છે.
 

 
 
 

Your Opinion
 
 
Code:
4 + 2

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment