Advertisement
Home >> Share Bazaar >> Stock Market >> Sensex Up 81 Points

મજબૂતી પર બજાર બંધ, મિડકેપ શેર તૂટ્યા

Business Desk | Feb 13, 2013, 17:52PM IST
 
 



સતત બીજા દિવસે બજારમાં જોશ નજર આવ્યો અને ટ્રેડિંગ સેશન દરમ્યાન સેન્સેક્સે સેન્ચયુરી મારી. નિફ્ટી પણ 5950ની ઉપર પહોંચી.

જોકે, છેલ્લાં કલાકોમાં આવેલા પ્રોફિટબુકિંગના લીધે બજારે મજબૂતી ગુમાવી. સેન્સેક્સ 47 અંક વધીને 19608 અને નિફ્ટી 10 અંક વધીને 5933 પર બંધ રહ્યો.

અગ્રણીઓએ ફરીથી સ્મોલ અને મિડકેપ શેરો પછાડ્યા. મિડકેપ શેરોમાં વેચવાલી દેખાઇ અને નિફ્ટી મિડકેપ 1 ટકા તૂટ્યો. બીએસઇ સ્મોલકેપમાં 0.5 ટકા તૂટ્યો.

અમેરિકામાં સ્થિતિ સુધવાની ધારણાથી આઇટી અને ટેકનોલોજી શેરોમાં 1.25-1 ટકા ઉછાળો આવ્યો. ઑટો શેર 0.25 ટકા મજબૂત થયો. ઑઇલ એન્ડ ગેસ શેરોમાં પણ નજીવી વૃદ્ધિ આવી.

પાવર, મેટલ, રિઅલટી, અને કેપિટલ ગુડઝ શેર 1.5-1 ટકા તૂટ્યો. એફએમસીજી, પીએસયુ, કન્ઝયુમર ડ્યુરેબલ્સ, બેન્ક, અને હેલ્થકેર શેરોમાં 0.7-0.2 ટકાનો ઘટાડો આવ્યો.

આઇટી શેરોમાં એમ્ફેસિસ, એચસીએલ ટેક, સીએમસી, માઇન્ડટ્રી, ટીસીએસ, ઇન્ફોસીસ, ટેક મહિનદ્રા 5.5-1 ટકા ઉછળ્યો.

નાણાંકીય વર્ષ 2013ના ત્રીજા ત્રિમાસિકમાં નફો 34 ટકા અને વેચાણ 7.5 ટકા વધવાથી આઇઓસી 0.8 ટકા મજબૂત થયો.

નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં નફો 25 ગણો વધવાના લીધે ફોર્ટિસ હેલ્થકેર 1 ટકા મજબૂત થયો.

બેન્કે કિંગફિશર એરલાઇન્સના એસેટ વેચીને લોન વસૂલવાનો નિર્ણય કર્યો છે. કિંગફિશર એરલાઇન્સ 5 ટકા તૂટ્યો. યુબી હોલ્ડિંગ 10 ટકા અને યુનાઇટેડ બ્રુઅરીજ 9.25 ટકા તૂટ્યો.

મંગળવારના રોજ મોટો ઘટાડો આવ્યો બાદ યુનિટેક અને ડીબી રિઅલટીમાં રિકવરી આવી હતી. ડીબી રિઅલટી 15.5 ટકાના ઘટાડા પર બંધ રહ્યું. યુનિટેકમાં પણ 0.35 ટકાની નરમાઇ આવી.

એચપીસીએલ ત્રણ ટકા, લેન્કો ઇન્ફ્રા 2.25 ટકા, હિન્દુસ્તાન કોપરમાં 2.75 ટકા તૂટ્યો.

અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયામાં નજીવી મજબૂતી દેખાઇ રહી છે. હાલ રૂપિયો 53.81ની સપાટી પર વેપાર કરી રહ્યા છે. ટ્રેડિંગ સેશન દરમ્યાન રૂપિયો 53.9 સુધી તૂટ્યો હતો.

સવારે ખૂલતા બજારે

મજબૂત આંતરરાષ્ટ્રીય સંકેતોના લીધે સ્થાનિક બજારોએ તેજીની સાથે શરૂઆત કરી છે. સેન્સેક્સ 41 અંક વધીને 19602 અને નિફ્ટી 21 અંક વધીને 5943 પર ખૂલી છે. શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 80 અંકની તેજી જોવા મળી છે.

ઑટો અને રિઅલટી શેર 1 ટકા ઉછળ્યા છે. કન્ઝયુમર ડ્યુરેબલ્સ, ઑઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડઝ, ટેકનોલોજી શેર 0.5-0.25 ટકા મજબૂત છે. બેન્ક, હેલ્થકેર, એફએમસીજીસ, આઇટી, પીએસયુ શેરોમાં પણ નજીવી તેજી છે. મેટલ શેર સુસ્ત છે.

એચડીએફસી, એચસીએલ ટેક, જેપી એસોસીએટ્સ, આઇડીએફસી, ડીએલએફ, ઓએનજીસી, પાવર ગ્રૂડ, સેસા ગોવા જેવા અગ્રણી શેર 1.5-0.75 ટકા મજબૂત છે.

એચયુએલ, બીપીસીએલ, બજાજ ઑટો, કોલ ઇન્ડિયા, એચડીએફસી બેન્ક, ઇન્ફોસીસ, ગ્રાસીમ, લ્યુપિન, જિંદાલ સ્ટીલ, બેન્ક ઓફ બરોડા, એશિયન પેન્ટ્સ, કોટક મહિન્દ્રા બેન્ક 1-0.25 ટકા તૂટ્યો છે.

બેન્કોએ કહ્યું કે કિંગફિશર એરલાઇન્સને આપેલા લોન પરત લેશે. કિંગફિશર એરલાઇન્સ પાંચ ટકા તૂટ્યો છે.

એશિયન બજારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. અમેરિકન બજારોમાં તેજી ચાલુ છે.
 

 
 
 

Your Opinion
 
 
Code:
4 + 1

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment