Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
ટાટા મોટર્સનો શેર આજે કેમ તૂટવા માંડ્યો છે ધડાધડ
Business Desk
| Jan 24, 2013, 11:34AM IST

ટાટા મોટર્સમાં આજે 10 ટકાનો જોરદાર કડાકો જોવા મળ્યો છે અને અત્યાર સુધીના વેપારમાં શેર 282 રૂપિયા સુધી તૂટી ગયો છે. હાલ ટાટા મટોર્સનો શેર 7.40 ટકાની નરમાઇની સાથે 288.90 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.
જોકે, ટાટા મટોર્સની યુરોપિયન સબ્સિડિયરી જેએલઆરના નફાને લઇને ચિંતા વધી ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે ઑક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં જેએલઆરનું અબિટા માર્જીન ઘટી શકે છે. ત્યારે ઓછા માર્જીનવાળી ઇવોક ગાડીનું વેચાણ વધુ રહેવાની આશા છે.
નાણાંકીય વર્ષ 2013માં જેએલઆરની ફ્રી કેશ ફ્લો નેગેટિવ થઇ શકે છે. નાણાંકીય વર્ષ 2014માં જેએલઆર વિસ્તાર પર 200 કરોડ પાઉન્ડના અંદાજીત ખર્ચ વધુ એટલે કે 275 કરોડ પાઉન્ડનો ખર્ચ કરી શકે છે. ત્યારે છેલ્લાં બે મહિના દરમ્યાન એક્સચેન્જ રેટમાં વોલેટાલિટીના માર્જીન પર અસર જોવા મળી હતી.








