જર્મન કાર કંપની ફૉક્સવેગને ભારતમાં પોતાની સૌથી સક્સેસ હેચબેક કાર પોલોનું નવું વર્ઝન લૉન્ચ કર્યું. સ્પોર્ટી લુકવાળી પોલો એસઆરની દિલ્લી એક્સશોરૂમમાં કિંમત 6.27 લાખ રૂપિયા રખાઇ છે. એક-એકથી ચઢિયાતા કેટલાંય ફીચર્સવાળા ન્યુ પોલો સ્પોર્ટી કારમાં એરો સ્પોર્ટ પેકેજની સાથે 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન લાગેલું છે. સાથો સાથ કંપનીએ તેમાં ફ્રન્ટ અંડર સ્કર્ટિંગ પણ લગાયું છે. નવા ફીચર્સના મામલામાં આ કારમાં સાઇડ અંડર સ્કર્ટિંગ, રિયર રૂફ સ્પવાઇલર, ક્રોમ એક્જાસ્ટ અને 15 ઇંચ ઍલૉય-વ્હીલ આપ્યું છે.
ફૉક્સવેગનની આ કારમાં યુએસબી કનેક્ટિવિટીની સાથે મ્યુઝિક સિસ્ટમ, બ્લુટુથ કનેક્ટિવિટી, ક્લીમૈટ્રોનિક એસી, રિયર પાર્કિંગ સેંસર, ડ્યુલ એર બેગ્સ, એબીએસ, અને મલ્ટી ફંકશન ડિસ્પ્લે લગાવેલું છે.
ન્યુ પોલો સ્પોર્ટીમાં 75પીએસ પાવરની સાથે 5400 આરપીએમ અને 110 એનએમવાળા 3750 આરપીએમ ટૉર્ક આપેલી છે. કંપનીની આ કાર 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમીશનની સાથે 1 લીટરમાં 16.47 કિલોમીટરની એવરેજ આપે છે.
અન્ય ફીચર્સના રૂપમાં તેમાં ટિલ્ટ ટેલેસ્કોપિક એડજેસ્ટેબલ સ્ટીયરિંગ, આરસીડી 320 મ્યુઝિક સિસ્ટમ, ક્લાઇમેટ કંટ્રોલ સિસ્ટમ, અને ઇબીડી આપવામાં આવી છે.
આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો કેવી દેખાય છે 7 લાખ રૂપિયાથી ઓછી કિંમતવાળા આ કાર. શું-શું છે તેમાં ફીચર્સ. કેવો છે તેનો સ્પોર્ટી લુક.