- રિપોર્ટમાં અમદાવાદનો વાર્ષિક જીડીપી 2010 થી 2016ની વચ્ચે 10.1%ના દરે વિકાસ કરશે
- જ્યારે સમગ્ર રેટિંગમાં 92મો ક્રમાંક આપ્યો છે
- દુનિયાના મોટા શહેરોમાંથી 120ની હરીફાઇક્ષમતાને રેન્ક આપે છે
ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (ઇઆઇયુ)એ તાજેતરમાં જ અમદાવાદને દુનિયાના આર્થિક તાકાત ધરાવતા શહેરોમાં 19મા ક્રમાંકે મૂક્યું છે. જ્યારે સમગ્ર રેટિંગમાં 92મો ક્રમાંક આપ્યો છે.
ઇઆઇયુના રિપોર્ટ પ્રમાણે શહેર ઝડપથી વિકાસ કરી રહ્યો છે. રિપોર્ટમાં કહ્યું છે કે શહેર ડબલ ડિજીટમાં વિકાસ કરી રહ્યું છે અને હજુ પણ વિકાસની ઘણી તકો રહેલી છે.
રિપોર્ટમાં અમદાવાદનો વાર્ષિક જીડીપી 2010 થી 2016ની વચ્ચે 10.1% રહેવાની ધારણા વ્યક્ત કરી છે. આથી જ દુનિયાના આર્થિક તાકાત ધરાવતા શહેરોમાં 19મા ક્રમાંકે મૂક્યું છે. આ રિપોર્ટમાં દુનિયાના ટોચના ત્રણ શહેરમાં ચીનના ટિયાંજીનનો 12.9%, શેન્જેનનો 11.5% અને દાલિયનનો 12.7%ના દરે વિકાસ થવાની શક્યતા છે.
અમદાવાદ અને દુનિયાના અન્ય મેગા શહેરોનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં જણાવાયું છે કે ઇન્ડેક્સમાં આર્થિક મજબૂતીના માપદંડ પરના ટોચના 30 શહેરોમાં મેગા શહેરો 2010-16 દરમિયાન 6.3 ટકાના ઝડપી દરે વૃદ્ધિ પામશે તેવી આગાહી છે. માર્ચ 2012માં જાહેર કરાયેલો આ રિપોર્ટ હોટ સ્પોટ દ્વારા તૈયાર કરાયો છે. સીટીગ્રુપ દ્વારા ઉભું કરાયેલ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (ઇઆઇયુ) રિસર્સ પ્રોગ્રામ દુનિયાના મોટા શહેરોમાંથી 120ની હરીફાઇક્ષમતાને રેન્ક આપે છે.
અહેવાલમાં જણાવાયું છે કે દુનિયાના ટોચના 120 શહેરોમાં ન્યુયોર્ક ટોચ પર છે, ત્યારબાદ લંડન, સીંગાપોર અને હોંગ કોંગ છે. ભારતના શહેરોમાં દિલ્હી 68મા રેન્ક સાથે ટોચ પર છે, જ્યારે મુંબઇ 70મા ક્રમે, બેંગ્લોર 79, અમદાવાદ 97, હૈદરાબાદ 98 અને ચેન્નાઇ તેમજ કોલકાતા એકસાથે 105મા ક્રમે છે.
દરમિયાનમાં ભારતના અમદાવાદ અને ચીનના તિએનજિન જેવા ઉભરતા શહેરો બે આંકડામાં આર્થિક વૃદ્ધિ નોંધાવી રહ્યા છે અને વધુ ઝડપથી વૃદ્ધિ પામવાની તેમની ક્ષમતા છે, તેમ અહેવાલ કહે છે.
(વધુ અહેવાલ અંગે બાજુમાં ફોટો સ્લાઇડર પર ક્લિક કરો)