અ'વાદમાં પ્રોપર્ટી ખરીદવા માંગતાં લોકો માટે ખુશીના સમાચાર

- અમદાવાદમાં આવાત બે વર્ષમાં 50,000 નવા રહેણાંક મકાનો મધ્યમ વર્ગ માટે તૈયાર થશે - તેમાંથી 75% મકાનો એસજી રોડ, એસપી રિંગ રોડ, બોપલ, નરોડા, વેજલપુર, ગોતા અને રાણીપ જેવા વિસ્તારોમાં હશે
- લકઝુરિયસ મકાનો અંદાજે 4100 જેટલા તૈયાર થઇ રહ્યા છે
દેશની આર્થિક સ્થિતિ કથળી રહી છે ત્યારે સૌથી વધુ અસર રિઅલટી અને ઇન્ફાસ્ટ્રકચર ક્ષેત્રે જોડાયેલા લોકોને ફટકો પડ્યો છે તેવી બજારના નિષ્ણાતો વારંવાર ચર્ચા કરી રહ્યા છે. પરંતુ અમદાવાદનું રિઅલટી માર્કેટ આ વાતોને ખોટી પાડી રહ્યું છે.
"અમદાવાદમાં આવાત બે વર્ષમાં 50,000 નવા રહેણાંક મકાનો મધ્યમ વર્ગ માટે તૈયાર થશે", તેમ અગ્રણી રિઅલ એસ્ટેટ કન્સલટન્ટ કહી રહ્યા છે. અમદાવાદમાં રિઅલ એસ્ટેટ કન્સલટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડે નવી ઓફિસ અમદાવાદમાં શરૂ કરતા અમદાવાદમાં નવા મકાનો બનશે તેની વાત કરી હતી.
"અંદાજે 50000 નવા રહેણાંક મકાનો આવતા બે વર્ષની અંદર શહેરમાં ઉમેરાશે. તેમાંથી 75% મકાનો એસજી રોડ, એસપી રિંગ રોડ, બોપલ, નરોડા, વેજલપુર, ગોતા અને રાણીપ જેવા વિસ્તારોમાં હશે", તેમ કુશમેન એન્ડ વેકફિલ્ડના (સાઉથ એશિયા)ના એક્ઝિક્યુટિવ મેનેજીંગ ડાયરેકટર સંજય દત્તે કહ્યું હતું.
શહેરમાં આકાર લઇ રહેલા નવા રહેણાંક મકાનોમાં 85% મકાનો મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર થઇ રહ્યા છે. જ્યારે લકઝુરિયસ મકાનો અંદાજે 4100 જેટલા તૈયાર થઇ રહ્યા છે, જે હાલ એસજી હાઇવે, વેજલપુર, પ્રહલાદનગર અને થલતેજમાં તૈયાર થઇ રહ્યા છે.
દત્તનું કહેવું છે કે હાલ માર્કેટમાં કરેકશનની કોઇ તક દેખાતી નથી. "ડેવલપર્સને પ્રોપર્ટીના બાંધકામ ખર્ચમાં જ 35%નો વધારો થયો છે, ત્યારે આ ભાવ ઊંચા કહી શકાય નહીં. આથી કદાચ જ પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો આવી શકે", તેમ દત્તે વધુમાં કહ્યું.








