રિલાયન્સ ધીરૂભાઇ અંબાણી ગ્રૂપના ચેરમેન અને મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણી હાલ મુંબઇમાં તેમના જૂના મકાનમાં રહે છે. તેઓ 14 માળના સી વિન્ડમાં રહે છે. આ મકાનની સૌથી ટોચ પર એક હેલિપેડ પણ છે. જ્યાંથી હેલિકોપ્ટર ટેક ઓફ અને લેન્ડિંગ થાય છે. અંબાણી એમ્પાયરની ફર્સ્ટ લેડી અને અનિલ અંબાણીના ભાઇ મુકેશ અંબાણીના પત્નિ નીતા અંબાણીના સુપરવિઝન હેઠળ આ ઘર તૈયાર કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે હાલ અનિલ અંબાણી પણ બાન્દ્રા પાલી હિલમાં 150 મીટરની ઊંચાઇ ધરાવતું ઘર બંધાવી રહ્યા છે. જ્યારે મુકેશ અંબાણીએ 170 મીટર ઊંચુ એન્ટિલિયા ઘરમાં રહેવા જતા રહ્યા છે.