Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
શરૂઆતી વધારા બાદ એશિયન શેરો ઘટાડા તરફી
Agency | Jul 10, 2012, 09:38AM IST
-નિક્કી 8 પોઇન્ટ ઘટી 8888
એશિયન બજારોમાં આજે છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનના ઘટાડા તરફી વલણ પછી શરૂઆતી વધારો જોવા મળ્યો હતો પણ વૈશ્વિક આર્થિક મંદી અંગે રોકાણકારો ચિંતિત રેતા આ વધારો મર્યાદિત રહ્યો હતો, રોકાણકારો આજે જાહેર થનારા ચીનના વેપાર અંગેના આંકડાની રાહ જોઇ રહ્યા છે.
યુરોપની ત્રણ વર્ષથી ચાલી રહેલી ઋણ કટોકટીએ દુનિયાભરની આર્થિક પ્રવૃત્તિઓની ગતિ એક હદ સુધી ઘટાડા દીધી છે. જેના પગલે વૈશ્વિક આર્થિક વૃદ્ધિદરમાં તેમજ રોકાણકારોની જોખમ ઉપાડવાની ક્ષમતામાં પણ નુકસાન વેઠવું પડ્યું છે.
સોમવારે યુરોપિયન યુનિયનના નેતાઓની બેઠકમાં મિનિસ્ટરો સ્પેનને તેની ખાધના લક્ષ્યાંકોને પૂરા કરવા વધુ સમય આપવા સહમત થયા હતા પણ તેમણે બેન્કને બચાવવા માટેની વિગતો તેમજ તાત્કાલિકપણે બોન્ડની ખરીદી અંગે કોઇ બાબતો જાહેર કરી નહતી, જેની સાથે બજારોને સૌથી વધારે લેવા દેવા છે.








