Divya Bhaskar
Business
Home » Business » Share Bazaar » World Market » Asian Shares Rise

એશિયન શેરો વધારા તરફી, નિક્કી 21 મહિનાની ઉંચી સપાટીએ

Agency | Dec 27, 2012, 09:25AM IST
એશિયન શેરો વધારા તરફી, નિક્કી 21 મહિનાની ઉંચી સપાટીએ

યુએસમાં કાયદા ઘડવૈયાઓ 31 ડિસેમ્બર સુધીમાં રાજકોષીય ભીંસને ટાળવા માટે કોઇ સોદો કરે તેવી તકો જણાતા એશિયન શેરોમાં આજે વધારો જોવા મળ્યો હતો.આ ઉપરાંત જાપાનનો નિક્કી એવરેજ આજે 21 મહિનાની ઉંચી સપાટીએ આવી 1.4 ટકા વધ્યો હતો. નવા વડા પ્રધાને ડિફ્લેશનની સ્થિતિ સામે લડવા અને યેનને મજબૂત થતાં અટકાવવા માટેનો નિર્ધાર કરતા નિકાસકારો ગેલમાં આવી ગયા હતા અને શેરબજારમાં તેજી જોવા મળી હતી.

ટ્રેડિંગ દરમિયાન નિક્કી આજે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં 140 પોઇન્ટ વધી 10,370ની સપાટીએ આવી ગયો હતો અને ઇન્ડેક્સ વધુ પડતી ખરીદીની સ્થિતિમાં રહ્યો હતો.

નિક્કી છેલ્લા છ સપ્તાહમાં 19.8 ટકા વધ્યો છે. જેના પગલે નિક્કીમાં વર્ષની શરૂઆતથી આજ સુધીનો વધારો 22.7 ટકાનો રહ્યો છે. યુએસનાં એસ એન્ડ પી 500 સૂચકાંકનાં 14.7 ટકાનાં વધારાને તેણે પાછળ રાખી દીધો છે. નિક્કીએ આમ 2005 પછી પોતાનું શ્રેષ્ઠ વર્ષ નોંધાવ્યું છે.  

નાણા પ્રધાન ટેરો એસોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન શિન્ઝો એબેએ તેમને પાછલી સરકારની નવા બોન્ડ ઇશ્યુ કરવાનાં અંકુશને વળગી રહ્યા વિનાં સ્ટીમ્યુલસ પેકેજ તૈયાર કરવાનું કહ્યું છે. જેનાં પગલે જાપાનનાં ધીમા પડેલા અર્થતંત્રને આગળ વધારવા માટે આક્રમક નીતિ તરફ નિર્દેશ મળ્યા છે.

યેનની નબળાઇનો લાભ મેળવનાર નિકાસકારોમાં ટોયોટા મોટર્સ, હોન્ડા મોટર, ટીડીકે કોર્પોરેશન. પેનાસોનિકનો સમાવેશ થાય છે. આ બધા શેર 1.3 ટકાથી 2.9 ટકા સુધી વધ્યા હતા.


 

Ganesh Chaturthi Photo Contest
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
5 + 2

 
Advertisement
Ganesh Chaturthi  Photo Contest

Market

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment