Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
ભારતી ઇન્ફ્રાટેલનું ખરાબ લિસ્ટિંગ, શેર તૂટ્યો
Business Desk | Dec 28, 2012, 13:05PM IST

ભારતી ઇન્ફ્રાટેલનું ખૂબ જ ખરાબ લિસ્ટિંગ થયું છે. 220 રૂપિયાની પ્રાઇસ બેન્ડ વાળો શેર એનએસઇ પર રૂપિયા 200એ લિસ્ટ થયું. હાલ શેરમાં 11.5 ટકાનો ઘટાડો છે અને ભાવ 195 રૂપિયાની નીચે આવી ગયો છે.
ભારતી ઇન્ફ્રાટેલના આઇપીઓની પ્રાઇસ બેન્ડ 210-240 રૂપિયા હતી. રિટેલ રોકાણકારોએ આઇપીઓમાં 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું. ભારતી ઇન્ફ્રાટેલનો આઇપીઓ કોલ ઇન્ડિયા બાદ સૌથી મોટો આઇપીઓ છે.
એંકર ઇન્વેસ્ટર્સે 230 રૂપિયા પ્રતિ શેર પર 15 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આઇપીઓ દ્વારા કંપનીની નજીક અંદાજે 4500 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આઇપીઓ બાદ ભારતી એરટેલનો હિસ્સો 86 ટકાથી ઘટીને અંદાજે 79 ટકા રહેશે.









