રિઝર્વ બેન્ક દ્વારા નવા વર્ષમાં રેટ કટ અપેક્ષિત છે. રેટકટથી લિકવિડિટી વધતા બેન્કો દ્વારા હોમલોન, ઓટોલોન મંજૂરીમાં વધારો થશે. જેથી ખરીદી વધતા આ ક્ષેત્રોને ફાયદો થશે તેમજ બેન્કિંગ કામકાજો વધતા બેન્કિંગ સર્વિસીસને પણ ફાયદો થાય તે સ્વાભાવિક છે. પાવર ક્ષેત્રે ઘણી રાહતોની અપેક્ષા છે. હાલ બજારમાં હંગામી ધોરણે નવો વર્ગ બજેટમાં કમાઇ લેવા જોડાયો છે. તેથી રિટેલસ સપોર્ટ પણ બજારને મળી રહ્યો છે.
વિદેશી ફંડોને ભારતમાં ફાર્મા, ઓટો, પાવર, અને બેન્કિંગ ક્ષેત્રે વધુ તેજી જણાય છે. તેથી બજેટ સુધીમાં આ ફંડો ખરીદી ચાલુ રાખશે. છેલ્લું ક્વાર્ટર ભારતીય ઉદ્યોગો માટે સારું જવાનું છે. તેવુ આંકલન છે. તેથી હાલ ડિસેમ્બર અંતથી જાન્યુઆરી પ્રથમના કરેકશનમાં બહુ મોટી મંદીને અવકાશ નથી. નિફ્ટીમાં 5835 તૂટી તેવા સંજોગોમાં 5700 મુખ્ય સપોર્ટ છે. જ્યારે આગળ જતા 6010 ઉપર નિફ્ટી બંધ આવતા તેજીના નવા ઝોનમાં પ્રવેશ થશે. કરેકશન દરમ્યાન અગ્રણી પાવર, ઓટો, બેન્કિંગ તેમજ ફાર્મા શેરો ખરીદવાથી બે મહિનામાં 20 થી 25% જેવું વળતર મળવાની ધારણા છે.
કયા 10 શેરમાં રોકાણ કરવાથી થશે ફાયદો તે અંગે વિગતવાર જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો