પ્રોપર્ટી ખરીદવાની તક: મંદીનો માર, શરૂ થઇ ડિસ્કાઉન્ટોની ભરમાર

- અમદાવાદના રિઅલટી માર્કેટની દશા ખરાબ, મકાનોની માંગમાં તીવ્ર ઘટાડો
- સસ્તા મકાનોના વેચાણ માટે બિલ્ડરો આપી રહ્યા છે 20 ટકા સુધીની છૂટ
- આ સિવાય રિઅલટર્સો ખરીદનારને પૈસાની ચૂકવણીમાં ટર્મ અને કન્ડિશનમાં રાહત આપે છે
- ડેવલપર્સ ગ્રાહકો સાથે સારા સંબંધ બનાવી રાખવા માટે આ બધી ઓફરો આપી રહ્યા છે
ગ્લોબલ મંદીની અસર અમદાવાદના રિઅલટી માર્કેટ પર પણ જોવા મળી રહી છે. પ્રોપર્ટી માર્કેટમાં ખાસ કરીને સસ્તા મકાનોના સેગમેન્ટ ગણાતા 1,2,3 BHKના એપાર્ટમેન્ટનો ભાવ 35 લાખથી ઉપર છે. આ મકાનોના વેચાણ માટે બિલ્ડરો 20 ટકા સુધીની છૂટ આપી રહ્યા છે. તદ્ઉપરાંત બ્રોકરોને પણ બિલ્ડરો ગ્રાહક લઇ આવે તો મોટું કમિશન આપી રહ્યા છે.
ગ્લોબલ મંદીના લીધે અમદાવાાદનું રિઅલટ એસ્ટેટ માર્કેટ ખરીદીની જગ્યાએ વેચાણ બાજારમાં ફેરવાઇ ગયું છે. તેમ છતાંય અત્યારે હાલ રિઅલ એસ્ટેટ માર્કેટમાં 1-2-3 BHKના 1000 થી 2000 સ્કવેર ફૂટ મકાનની છે.
આ અંગે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ (ગાઇહેડ)ના પૂર્વ પ્રમુખે કહ્યું કે સામાન્ય રીતે હાલ રોકાણકારો મોટા ફલેટ ખરીદે છે અથવા તો જે લોકો અપગ્રેડ કરવા માંગે છે તેઓ ખરીદે છે.
તેમણે વધુમાં કહ્યું કે "જ્યારે નાના ફલેટ ખરેખર મકાનની જરૂરિયાત છે તે વર્ગના લોકો ખરીદે છે. આથી સસ્તા મકાનનો સેગમેન્ટ પર મંદીની અસર ઓછી પડી હતી. સસ્તા મકાનોમાં સારી ક્વોલિટી હોય છે તો તમામ લોકો ખરીદવા માટે તૈયાર હોય છે."
જ્યારે કોન્ફડરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (ક્રેડાઇ)ના જક્ષય શાહનું મંતવ્ય છે કે રૂપિયા 35 લાખ સુધીના એપાર્ટમેન્ટ પર મંદીની કોઇ અસર પડી નથી. બિલ્ડર્સનું માનવું છે કે 2BHKના મકાનની 80 ટકા માંગ છે.








