Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> CAG Faults NMDC For Rs.746 Crore Revenue Loss During 2007-10

CAGનો ખુલાસો, એનએમડીસીને થયું 746 કરોડ રૂપિયાનું નુક્સાન

Business Desk | Dec 21, 2012, 10:12AM IST
 
 


જાહેર ક્ષેત્રની કંપની એનએમડીસીને વર્ષ 2007થી લઇને 2010ની વચ્ચે બજાર મૂલ્યોની અનુરૂપ આયર્ન ઓરના ભાવ સંશોધિત ન કરવાથી 745.94 કરોડ રૂપિયાનું નુક્સાન ઝીલવું પડ્યું.

કેગે રાજ્યસભામાં રિપોર્ટ રજૂ કર્યો તેમાં ખુલાસો કર્યો છે. તેમાં કહ્યું છે કે બજાર મૂલ્યોની અનુરૂપ કંપની દ્વારા ભાવ નક્કી કરવાથી તેને વર્ષ 2007 થી 2010ની વચ્ચે કુલ 754.94 કરોડ રૂપિયાનું નુક્સાન થયું.

નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએમડીસી)ના કામકાજના લેખા પરીક્ષા કરતાં કેગે કહ્યું કે કંપનીએ આયર્ન ઓરના ભાવ અનાવશ્યક રીત ઓછા રાખીને પોતાના ગ્રાહકોને 2010-11 દરમ્યાન 600.83 કરોડ રૂપિયાનો લાભ કમાયો. આ સિવાય કંપનીએ નિકાસ મૂલ્યના અનુરૂપ પૂરી રીતે ભાવ ન વધારવાથી પણ આ દરમ્યાન 227.40 કરોડ રૂપિયાનું નુક્સાન ઉઠાવ્યું.

આયર્નઓરની નિકાસ કરનાર આ જાહેર ઉપક્રમને જાપાનની ઇસ્પાત ઉત્પાદન કંપનીની સાથે દીર્ધકાનિક કરાર કર્યો. જે ભાવ પર કરાર કર્યો જાપાની કંપની તે ભાવ પર ઑસ્ટ્રેલિયા અને બ્રાઝિલના નિકાસકારોનો પણ કાચો માલ ખરીદે છે. કેગે કહ્યું કે નિકાસ બજારમાં થનાર કરારની સ્થાનિક ગ્રાહકોની સાથે દીર્ધકાલિન ખરીદી કરારને આધાર બનાવે છે.

લેખા પરીક્ષકની અનુસાર વર્ષ 2005 થી 2012ની વચ્ચે એનએમડીસીના કુલ વેચાણમાં 95 ટકા કમાણી એવા દીર્ધકાલિક કરારથી જ થયેલી જ્યારે મુખ્ય કમાણી ત્વરિત વેચાણથી પ્રાપ્ત થઇ.
 

 
 
 

Your Opinion
 
 
Code:
2 + 4

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment