Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
કેરનું રૂ.199ના પ્રીમિયમ સાથે ધમાકેદાર લિસ્ટિંગ
Business Desk
| Dec 26, 2012, 09:51AM IST

કેરના આઇપીઓનું આજે શેરબજારમાં ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. આશા પ્રમાણે જ કેરના શેરનું સવારે 9.45 વાગ્યે લિસ્ટિંગ થયું હતું. કેરનો શેર રૂ.948 પર ખૂલ્યો હતો.
કેરની પ્રાઇસ બેન્ડ રૂ. 750 હતી. આમ, કેરનું લિસ્ટિંગ રૂ.199ના પ્રીમિયમ સાથે થયું. આ ઇશ્યૂને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. રૂ.550 કરોડના કેર આઇપીઓમાં લગભગ 20000 કરોડ રૂપિયાની બીડ મળી હતી.
આ ઇશ્યૂનું ઊંચામાં લિસ્ટિંગ થવા છતાંય HNIવાળાઓને ખાસ નફો થશે નહીં, કેમકે તેઓએ ઊંચા વ્યાજે પૈસા લઇને ઇશ્યૂમાં રોકયા હતા. આથી તેમને ખાસ નફો થશે નહીં તેવી બજારમાં ચર્ચા ચાલી રહી છે.








