Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> China Arming Pak Makes It A 2nd Class Enemy: Tata

"ચીનને મદદ કરીને પાકિસ્તાનને બનાવ્યો પહેલવાન"

Business Desk | Jul 09, 2012, 17:01PM IST
 
 

- ચીન ચોક્કસ રીતે પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે. તે તેને હથિયાર આપી રહ્યું છે
- પાકિસ્તાનને હથિયાર આપીને મદદ કરી ચીને પાક.ને પહેલવાન બનાવી દીધો
- ચીને કયારેય ભારતનું નુકસાન કર્યું નથી પરંતુ ભારત તેના વધતા આર્થિક કદને લઇને ચિંતિત છે

ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટાનું કહેવું છે કે પાકિસ્તાનને હથિયાર આપીને મદદ કરી ચીને પાક.ને પહેલવાન બનાવી દીધો છે. પરંતુ ચીનના વધતા આર્થિક કદથી ડરવાની જરૂર નથી. એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપતા ટાટાએ કહ્યું કે ચીન ચોક્કસ રીતે પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે. તે તેને હથિયાર આપી રહ્યું છે. જે ભારત માટે રેડ ફ્લેડની સમાન છે. ચીન પહેલેથી જ ભારતનું દુશ્મન બની ચૂકયું છે.

ચીન સાથેના સંબંધોને લઇને ટાટાએ કહ્યું કે આ એટલા ખરાબ પણ નથી પરંતુ એટલા સારા પણ નથી. ચીને કયારેય ભારતનું નુકસાન કર્યું નથી પરંતુ ભારત તેના વધતા આર્થિક કદને લઇને ચિંતિત છે. ભારતને લાગે છે કે ચીનની વધતી આર્થિક તાકાત તેને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું છે શું તે ચીનને લઇને ચિંતિત છે તો તેમને ના કહ્યું.

તેમને કહ્યું કે કાશ અમે એવો રસ્તો શોધી શકતા કે જેનાથી અમે ચીનને અમારા સહયોગી બનાવી શકતા. મારું દિલ માને છે કે ભારતીય ચિત્તાને હજુ આઝાદ કરાયો નથી. હું ચીનને મુખ્ય ભાગીદારના રૂપમાં ઉપયોગ કરવા માંગું છું જેથી કરીને બંને દેશોની વચ્ચે મજબૂત સંબંધો બની શકે જે ટકાઉ હોય. ભારત માટે એ ચિંતાની વાચ છે કે ચીન આ વિસ્તાર (એશિયા) પર કબ્જો કરવા માંગે છે. આવી જ ચિંતા ચીનમાં પણ છે કે ભારત આ ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ જમાવા માંગે છે.

ચીનના કાર બજાર અંગે ટાટા એ કહ્યું કે બહારથી કાર વેચવા માટે ખૂબ જ મુશ્કેલ દેશ છે. અમે તાજેતરમાં જ જેએલઆરનું અધિગ્રહણ કરી છે. જેએલઆર ચીનમાં પોતાનો પ્લાન્ટ લગાવી રહી છે. પરંતુ ત્યાં ટાટા મોટર્સને તેની મંજૂરી આપવામાં આવતી નથી.




 
 
 

Your Opinion
 
 
Code:
5 + 1

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment