Advertisement
Home >> Personal Finance >> Income Tax >> Digital Signature Is Not Required To File State Ta

ઈન્કમટેક્સ ઈ રિટર્ન ફાઈલ કરવા ડિઝિટલ સિગ્નેચરની જરૂર નહિં રહે

Nimesh khakharia,Ahmadabad | Apr 23, 2012, 18:21PM IST
 
 

ઈન્કમટેક્સમાં કોર્પોરેટ, એક કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી પેઢીઓ અને દસ લાખથી વધુની આવક ધરાવનાર વ્યક્તિગત કરદાતાઓ માટે ઈ રિટર્ન ફાઈલ કરવું ફરજીયાત છે. કોર્પોરેટ અને એક કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર કરદાતાઓ માટે ઈ રિટર્નમાં ડીજીટલ સિગ્નેચર ફરજીયાત છે. જો કે આ ડિઝિટલ સિગ્નેચરના બદલે યુનિક કોડ નંબરથી રિટર્ન ફાઈલ થઈ શકે તેવી વ્યવસ્થા વિચારાઈ રહી છે.

ઈન્કમટેક્સ રિટર્નએ કરદાતાએ જાતે કરેલું ડિકલેરેશન છે એટલે તેમાં કરદાતાની સહિં કાયદા મુજબ જરૂરી છે. જે કરદાતાઓ માટે ડિઝિટલ સિગ્નેચર ફરજીયાત નથી તેમણે પણ ઈ રિટર્ન ફાઈલ થયાની રિસિપ્ટની પ્રિન્ટ આઉટ લઈને તેના પર સહિં કરીને તે કાગળ બેંગલોર મોકલવાનું રહે છે. આ કાગળ બેંગલોરમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરને મળે ત્યારબાદ જ તેનું રિટર્ન માન્ય ગણવામાં આવે છે.

ગુજરાતમાં ઈ રિટર્ન ખૂબ જ પ્રચલીત થતું જાય છે કારણ કે તેમાં ઈન્કમટેક્સના ધક્કા ખાવા પડતા નથી અને રિફંડ પણ સમયસર મળી જાય છે. ગુજરાતના ૩૦ લાખ કરદાતાઓમાંથી ગયા વર્ષે ૧૫ લાખ કરદાતાઓએ ઈ રિટર્ન ફાઈલ કર્યું હતું. આ ઈ રિટર્ન ફાઈલ કરનારાઓમાં ૮૨ ટકા એવા કરદાતાઓ હતાં જેમના માટે ઈ રિટર્ન ફરજીયાત નહોતું. ચાલુ વર્ષે ૨૦ લાખથી વધુ કરદાતાઓ ગુજરાતમાંથી ઈ રિટર્ન ફાઈલ કરે તેવી શક્યતાઓ છે. આ તમામ કરદાતાઓને ડિઝિટલ સિગ્નેચરમાંથી મુક્તિ મળી જશે અને જેમના માટે ડિઝિટલ સિગ્નેચર ફરજીયાત નથી તેવા કરદાતાઓને બેંગલોર પ્રિન્ટઆઉટ મોકલવામાંથી મુકિત મળી જશે.




 
 
 

Your Opinion
 
 
Code:
1 + 7

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment