અર્થતંત્રની તસવીર સંસદમાં સામે આવી

સરકારે નાણાંકીય 2013ના બીજા ત્રિમાસિકની આર્થિક સમીક્ષાના રિપોર્ટને સંસદમાં રજૂ કરી દીધો છે.
સરકારે નાણાંકીય વર્ષ 2013 માટે જીડીપી ગ્રોથનો લક્ષ્ય 7.6 ટકાથી ઘટાડીને 5.7-5.9 ટકા કરી દીધો છે. નાણાંકીય વર્ષ 2013ના બીજા છ મહિનામાં જીડીપી ગ્રોથ 6 ટકાની આસપાસ રહેવાની ધારણા છે. માર્ચ 2013 સુધીમાં મોંઘવારી દર 6-8.7 ટકા રહેવાની ધારણા છે. મોંઘવારી દરમાં ઘટાડો આવ્યા બાદ વ્યાજ દરોમાં ઘટાડો શક્ય છે.
બીજા છ મહિનાના આર્થિક સમીક્ષાના રિપોર્ટમાં સરકારનું કહેવું છે કે નાણાંકીય વર્ષ 2013માં જીડીપી ગ્રોથનો 7.6 ટકાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. રોકાણકારોનો ભરોસો વધારવા માટે નાણાંકીય ખોટ ઓછી કરવાની જરૂર છે. નાણાંકીય વર્ષ 2013માં નાણાંકીય ખોટ જીડીપીના 5.3 ટકા રહેવાની ધારણા છે.
સરકારનું માનવું છે કે જાન્યુઆરી-માર્ચમાં મોંઘવારી દર ઘટવાની આશા છે. નાણાંકીય વર્ષ 2012ની સરખામણીમાં નાણાંકીય વર્ષ 2013માં વેપાર ખાધ વધવાની આશંકા છે. જોકા સારા રવિ પાકના લીધે નાણાંકીય વર્ષ 2013માં કૃષિ વિકાસમાં સુધારો આવાની ધારણા છે. રોકાણકારોનો ભરોસો વધારવા માટે વ્યાજ દરો ઘટાડવાની જરૂક છે. નાણાંકીય વર્ષ 2013માં 30000 કરોડ રૂપિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પડકાર છે.
નાણાંકીય વર્ષ 2013માં ટેક્સ વસૂલીનો નજીવો ઘટાડો શક્યા છે. નાણાંકીય વર્ષ 2013ના નાણાંકીય ખાધનું લક્ષ્ય પ્રાપ્ત કરવો પડકારરૂપ છે. 2013માં સબ્સિડીનો બોજો બજેટમાં આપવામાં આવેલા લક્ષ્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. 2જી સ્પેક્ટ્રમ હરાજીથી આવક લક્ષ્યની સરખામણીએ ઘણો ઓછો રહેવાની ધારણા છે. સોના સાથે જોડાયેલી બચત સ્કીમ પર વિચાર ચાલુ છે.








