માલદીવ પાસેથી માંગશે 80 કરોડ ડોલરનું વળતર: GMR
ભારતીય ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની જીએમઆર એરપોર્ટ સોદાને રદ કરવા માટે માલદીવ પાસેથી 80 કરોડ ડોલરથી વધુનું વળતર માંગશે. ત્યારે માલદીવ ફોરેંસિક ઑડિટ પર જોર આપી રહ્યું છે. કારણ કે તેમનું માનવું છે કે વળતર કંપનીના દાવાના અડધાથી પણ ઓછું હોવું જોઇએ.
જીએમઆર (એરપોર્ટસ)ના મુખ્ય નાણાંકીય અધિકારી સિદ્ધાર્થ કપૂરે કહ્યું કે અમે માલદીવ સરકારને પત્ર મોકલ્યો છે. જેમાં વળતરની રકમ 80 કરોડ ડોલરથી વધુ રહેવાનો સંકેત છે. આ અમારી શરૂઆતની ધારણા છે. અંતિમ આકંડાઓ ઘણી ગણનાઓ પર આધારિત હશે.
ત્યારે માલદીવ સરકારે આ ગણનાઓને રદ કરતાં કહ્યું કે કોઇ આંતરરાષ્ટ્રીય ફર્મથી ફોરેંસિક ઑડિટ પર જોર અપાયું છે.
રાષ્ટ્રપતિ મોહમ્મદ વાહિદના પ્રેસ સચિવ મસૂદ ઇમાદે કહ્યું કે અમે ફોરેન્સિક ઑડિટ કરાવશે કારણ કે અમે જોવા માંગીએ છીએ કે માલે ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા જીએમઆરના ખાતામાં કેટલા નાણાં ગયા અને કેટલી રકમ વાસ્તવિક રીતે ખર્ચ કરાઇ. શું જીએમઆર ફોરેંસિક ઑડિટ માટે તૈયાર છે.
કપૂરે પીટીઆઇને કહ્યું કે અમારા ખાતા પારદર્શી છે. માલદીવ સરકારની સાથે રાહત કરારમાં ફોરેંસિક ઑડિટની જોગવાઇ નથી. છતાં પણ અમને કોઇ પણ ઑડિટ કોઇ આપત્તિ નથી. ચોક્કસ આ કોઇ યોગ્ય કાયદાકીય પ્રક્રિયાની અંતર્ગત હોય.
ફોરેંસિક ઑડિટ ફર્મ દ્વારા ખોટા હિસાબ-કિતાબ રજૂ કર્યાની શંકાની તપાસ માટે કરાય છે.







