Advertisement
Home >> Share Bazaar >> Gold and Silver Market >> Gold And Silver Prices Go Down

સોના, ચાંદીની કિંમતોમાં ગાબડા, વૈશ્વિક કારણો કારણરૂપ

Agency | Jul 11, 2012, 16:36PM IST
 
 

વૈશ્વિક બજારોમાં નબળા વલણની વચ્ચે સુસ્ત માગને લીધે સોનું તેમજ ચાંદી બંને આજે બીજા દિવસે પણ ઘટ્યા હતા. સોનું 10 ગ્રામ દીઠ 300 રૂપિયા ઘટીને 29,600 અને ચાંદી કિગ્રા દીઠ 800 રૂપિયા ઘટીને 52,200 રૂપિયાની સપાટીએ આવી ગયા હતા.

ચીનમાં આયાતો અપેક્ષા કરતા વધી જતાં તેમજ ડોલરનું મૂલ્ય વધતા વૈશ્વિક બજારોમાં પણ સોનાની કિંમતો ઘટી હતી. તેના પગલે ફુગાવાની સામે હેજ તરીકે સોનાની માગ પણ ઘટી છે.

ટ્રેડરોની ઓછી ખરીદીને પગલે વાયદા બજારમાં પણ સોનું આજે એક મહિનાની નીચલી સપાટીએ ઉતરી આવ્યું હતું. જો કે ઓછી આયાત થવાના અંદાજોએ તહેવારોની આગામી સિઝન માટે વેપારીઓએ સોનાની ખરીદી શરૂ કરી દીધી છે.

એમસીએક્સ ખાતે ઓગસ્ટ ડિલીવરી માટેનું મોસ્ટ એક્ટિવ ગોલ્ડ છેલ્લે 8 જુનના રોજની સૌથી નીચી સપાટી રૂપિયા 29,234 સુધી નીચે જઇને અંતે 0.55 ટકા ઘટી 29,265 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું.

2011માં દુનિયાભરમાં સોનાનાં સૌથી મોટા ગ્રાહક રહેલા ભારતમાં ઓગસ્ટથી ડિસેમ્બર સુધી તહેવારોની મોસમનો રંગ જામશે.

સોનાના વેપારીઓની નજર ચોમાસા પર પણ છે, જે હજુ સુધી પૂરેપૂરું શરું નથી થયું. દેશમાં સોનાની માગમાં 60 ટકા હિસ્સો ધરાવતા ગ્રામ્ય વિસ્તારો વધુ સારી કૃષિ ઉત્પાદકતા, ઉત્પાદન અને નફા માટે ચોમાસા પર આધાર રાખે છે.







 
 
 

Your Opinion
 
 
Code:
10 + 5

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment