વિદેશમાં ભારત કરતાં ક્યાંય વધુ સસ્તું છે સોનું, કેમ છે ભાવમાં ફેર?

- સોનાના ભાવ વિદેશી બજારમાં શુક્રવારના રોજ 1569.39 ડોલર પ્રતિ ઔંસ રહ્યા
- સ્થાનિક બજારમાં સોનાના ભાવ અંદાજે 190 રૂપિયા (0.7 ટકા) તૂટ્યા
- સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ 900 રૂપિયા ઘટીને 53900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યા
નકારાત્મક સંકેતોના લીધે વિશ્વ બજારમાં ગઇ કાલે સોનાના ભાવમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ શુક્રવારે નવી લેવાલી નીકળતા થોડી તેજી આવી ગઇ. બીજીબાજુ સ્થાનિક બજારમાં સોનાના ભાવ અંદાજે 190 રૂપિયા (0.7 ટકા) તૂટ્યા. સોનાના ભાવ વિદેશી બજારમાં શુક્રવારના રોજ 1569.39 ડોલર પ્રતિ ઔંસ રહ્યા જ્યારે સ્થાનિક બજારમાં 304000 રૂપિયા પ્રતિદસ ગ્રામ રહ્યા. સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ 900 રૂપિયા ઘટીને 53900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યા.
ગુરૂવારે રાતે વિશ્વબજારમાં સોનાના ભાવ બે ટકાથી વધુ તૂટેલા રહ્યા. અમેરિકાના વાયદા બજારમાં ભાવ અંદાજે 35 ડોલર ઘટીને 1567.10 ડોલર પ્રતિ ઔંસ રહ્યા. ત્યારબાદ શુક્રવારે તેમાં થોડી તેજી આવી. લંડનના હાજર બજારમાં સોનાના ભાવ 0.3 ટકા વધીને 1569.39 ડોલર પ્રતિ ઔંસની સપાટી પર પહોંચી ગયા. અમેરિકામાં ઓગસ્ટ ડિલિવરી સોનું 4.60 ડોલર સુધરીને 1570.10 ડોલર પ્રતિ ઔંસ થઇ ગયો. બીજીબાજુ સ્થાનિક બજારમાં શુક્રવારના રોજ સોનાના ભાવ 190 રૂપિયા તૂટીને 304000 રૂપિયા પ્રતિ દસગ્રામ રહી ગઇ.
નિષ્ણાતોના મતે અમેરિકામાં રાહત પેકેજ ન આપવાના લીધે સોનાની સાથે ક્રૂડના ભાવમાં ઘટાડો આવ્યો. શુક્રવારના રોજ ક્રૂડમાં સુધારો આવવાથી સોનું પણ થોડું સુધરી ગયું. નીચલા ભાવ પર લેવાલી નીકળવાથી પણ તેજીને સમર્થન મળ્યું. શુક્રવારના રોજ ચાંદીમાં 0.4 ટકાની તેજીની સાથે 26.95 ડોલર પ્રતિ ઔંસ થઇ ગયો. ગુરૂવારના રોજ ચાંદીમાં પણ 4.4 ટકાનો જોરદાર ઘટાડો આવ્યો. તેનાથી વિપરીત સ્થાનિક બજારમાં ચાંદી 900 રૂપિયા (1.5 ટકા) તૂટીને 53900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગયો.
દેશમાં કેમ સોનાના ભાવમાં ખાસ ઘટાડો થતો નથી
આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરની સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. ગઇકાલે પણ ડોલર સામે રૂપિયો 85 પૈસા તૂટીને 57.15 પર બંધ રહ્યો હતો. આમ, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ તૂટવાની સામે રૂપિયામાં નરમાઇના લીધે સોનાની આયાત મોંઘી થઇ જાય છે.આથી સ્થાનિક બજારમાં સોનાના ભાવ જોઇએ તેટલા તૂટ્તા નથી.
આયાતમાં 6.2 અબજ ડોલરનો ઘટાડો
ચાલુ નાણાંકીય વર્ષના પહેલાં બે મહિના એપ્રિલ અને મે મહિના દરમ્યાન દેશમાં સોનાના આયાતની મૂલ્ય દ્રષ્ટિથી અંદાજે 6.2 અબજ ડોલર ઓછો રહ્યો. નાણાં સચિવ આર.એસ.ગુજરાલે શુક્રવારે કહ્યું કે દેશમાં સોનાની આયાતમાં 6.2 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો. જો કે આ દરમ્યાન આયાત થયેલા સોનાનું કુલ મૂલ્ય અને માત્રા અંગા માહિતી નથી. સોનાના ભાવમાં રોજની રેકોર્ડ તેજી આવી અને સોના પર આયાત ડ્યૂટી વધારીને ચાર ટકા થવાથી તેની આયાતમાં ઘટાડો આવ્યો છે. આ સિવાય રૂપિયાની સતત નરમાઇથી પણ આયાત પર પ્રતિકૂળ અસર પડી.








