Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> Government Of India Hallabola!

સરકારનો પ્રજા પર હલ્લાબોલ, તેલ અને રૂપિયાના નામે છેતરામણી!

Business Desk | May 24, 2012, 12:14PM IST
 
 


- સરકારનો ઇરાદો એલપીજીના ભાવમાં લગભગ 100 રૂપિયા, કેરોસીન અને ડિઝલના ભાવમાં 5-7 રૂપિયાનો વધારો કરવાનું
- મંગળવારે યુપીએ-2ને પોતાના ત્રણ વર્ષ પૂરા કર્યા હતા
- પેટ્રોલ પર રાજ્ય સરકારો 15 થી 33 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વેટ વસૂલે છે
- રૂપિયાના નામે બહાનું
- ક્રૂડના નામ પર છેતરામણી
- ખોટના નામ પર ચાલાકી

પેટ્રોલ પર ટેક્સ કેટલો (ટકાવારી)
એક્સાઇઝ અને કસ્ટમ ડ્યૂટી 21.86
એજ્યુકેશન સેસ 3
વેટ 15 થી 33


તેલ કંપનીઓનો આઠ રૂપિયા પ્રતિ લિટરની ખોટનો દાવો (તાજા વધારા પહેલાં)

દુનિયામાં ક્યાં કેટલી કિંમત

દેશ ભાવ.. (અંદાજે રૂપિયા/લિટર)
ઇરાન.......... 6
સાઉદી અરબ.. 11
રૂસ............. 51
અમેરિકા....... 54
ચીન......... 73
ભારત......... 73
દ. આફ્રિકા..... 82
જર્મની....... 118
યુકે......... 124
ફ્રાન્સ....... 124

સત્તામાં ત્રણ વર્ષ પૂરા કરવાનું જશ્ન મનાવી રહેલી યુપીએ સરકારના લાગે છે કે ભારત (પ્રજા) પર હલ્લાબોલ બોલી ચૂકી છે. બહાનાબાજી અને ચાલાકીથી પેટ્રોલના ભાવમાં ઐતિહાસિક વધારો (7.50 રૂપિયા પ્રતિ લિટર) કર્યા બાદ હવે એક જ ઝાટકામાં સરકાર એલપીજી, કેરોસીન અને ડીઝલના ભાવમાં વધારાની તૈયારીઓ કરી રહ્યું છે.

સરકારનો ઇરાદો એલપીજીના ભાવમાં લગભગ 100 રૂપિયા, કેરોસીન અને ડિઝલના ભાવમાં 5-7 રૂપિયાનો વધારો કરવાનું છે. અત્યારે એલપીજી પર સરકારને પ્રતિ સિલિન્ડર પર અંદાજે 479 રૂપિયાની ખોટ જાય છે. ત્યારે કેરોસીનના વેચાણ પર સરકારને પ્રતિ લિટર 31.41 રૂપિયાની અને ડિઝલના વેચાણ પર 13.64 રૂપિયા પ્રતિ લિટર ખોટ થઇ રહી છે.

પેટ્રોલિયમ મંત્રાલયની એક ઉચ્ચસ્તરીય અધિકારીએ દૈનિકભાસ્કર.કોમને કહ્યું કે સરકારે ડીઝલના ભાવમાં 3 થી 5 રૂપિયાનો વધારો કરવાની યોજના બનાવી છે. ત્યારે રાંધણ ગેસની કિંમત પણ અંદાજે 400 રૂપિયા સુધી વધારી શકાય છે. હાલની સ્થિતિને જોતા સરકાર પર તેના ભાવ વધારાનું દબાણ વધી રહ્યું છે.

સૂત્રોના મતે ડીઝલને બજારના હવાલે કરવાના નિર્ણયને લઇને હજુ કોઇ આખરી નિર્ણય લીધો નથી. જો કે સરકાર હજુ ફક્ત ડિઝલના ભાવ વધારા પર ફોકસ છે. આવતા 1 વર્ષમાં કોઇ વિધાનસભા ચૂંટણી ન હોવાના લીધે સરકાર ડીઝલ-રાંધણ ગેસ પર સખ્ત નિર્ણય લેવાની તૈયારીઓ થઇ ગઇ છે.

દિલચસ્પ છે કે હાલમાં કેન્દ્ર સરકારની તરફથી ડિઝલ પર 14 રૂપિયા 29 પૈસા પ્રતિ લિટર સબ્સિડી આપવામાં આવી રહી છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે સરકારે ઓઇલ સબ્સિડી માટે 43580 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. તેમાંથી 40000 કરોડ રૂપિયા સરકારી તેલ કંપનીઓને જવાના છે. જે બજારમાં ઓછી કિંમત પર પેટ્રોલિય પદાર્થ વેચી રહ્યું છે. સબ્સિડીનો બોજ દેશની રાજકોષીય ખાધ પર પણ ભારે પડી રહી છે.

તેલ કંપનીઓએ અત્યાર સુધીનો સૌથી મોટો ભાવ વધારો પ્રતિ લિટર રૂપિયા 7.54નો ઝીંકી દીધો. નવા દર બુધવારે રાતથી જ લાગૂ થઇ ગયા. તેલ કંપનીઓએ સતત વધતી ખોટને હવાલો આપતા તેલના ભાવમાં અંદાજે 9-10 રૂપિયાનો વધારો કરવાની માંગણી કરી હતી.

મંગળવારે યુપીએ-2ને પોતાના ત્રણ વર્ષ પૂરા કર્યા હતા. તેના માટે વડાપ્રધાન મનમોહન સિંહે દાવતનું આયોજન પણ કર્યું હતું, ત્યારબાદ બુધવારના રોજ તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 7.54 રૂપિયાનો વધારો કરી દીધો. રસપ્રદ એ છે કે મંગળવારના રોજ લોકસભા પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત થઇ. ભાવ વધારતા પહેલાં સરકારે સંસદને ખત્મ થવાનું પણ ધ્યાન રાખ્યું જેથી કરીને રાજકીય હંગામાથી તે બચી શકે. દિલ્હીમાં બુધવાર રાતથી પેટ્રોલના ભાવ 73.18 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો. આની પહેલાં મે 2011 અને તેનાથી પહેલાં મે 2008માં 5-5 રૂપિયાનો વધારો કર્યો હતો.

પેટ્રોલ પર રાજ્ય સરકારે 15 થી 33 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વેટ વસૂલે છે. ગોવા સરકારે થોડાંક મહિના પહેલાં વેટમાં તમામ કર ટેક્સ કાપી નાંખતા પેટ્રોલ સસ્તું કર્યું હતું પરંતુ અન્ય રાજય સરકારે આવી હેલનો કોઇ સંકેત આપ્યો નથી.

એચએલ જુત્શી (પૂર્વ સીએમડી, એચપીસીએલ), સૌગાતો સેન (સીનિયર ડાયરેકટર, સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુ.). કિરીટ પારેખ (આયોજન પંચના પૂર્વ સભ્ય), પ્રસન્નજીત બોસ (અર્થશાસ્ત્રી) અને જહદીશ શેટ્ટીગર (અર્થશાસ્ત્રી) સમજી રહ્યા છે કે સરકારે કોઇ બહાનું, ભ્રમ કે ચાલાકીથી મોંઘવારીનો સૌથી મોટો બોજ પ્રજા પર નાંખી દીધો છે.

રૂપિયાના નામે બહાનું...
કંપનીઓનું કહેવું છે કે 80 ટકા ક્રૂડ તેલ વિદેશમાંથી મોંઘું પડે છે અને ચૂકવણી ડોલરમાં કરવી પડે છે. ત્યારે એક ડોલર 56 રૂપિયા થઇ ચૂક્યો છે. આથી વધુ કિંમત આપવી પડી રહી છે. તેનાથી આાત મોંઘી પડી રહી છે. સાચું તો એ છે કે 15મી 2011ના રોજ જ્યારે પેટ્રોલ 5 રૂપિયા મોંઘું થયું હતું ત્યારે ક્રૂડ એટલે કે ક્રૂડ તેલ 114 ડોલર પ્રતિ બેરલ હતું. જ્યારે ડોલરની સરખામણીમાં રૂપિયાની કિંમત 46 રૂપિયા હતી. આ ભાવથી એખ બેરલ તેલ માટે આપણે 5244 રૂપિયા ચૂકવવી પડતી હતી. આજે ક્રૂડ તેલનો ભાવ 91.47 પ્રતિ બેરલ છે. અને એક ડોલર 56 રૂપિયાનો છે. સ્પષ્ટ છે કે આજના ભાવથી એક બેરલ તેલ 5096 રૂપિયામાં મળી રહ્યું છે. એટલે કે ક્રૂડ તેલ 148 બેરલ સસ્તું મળી રહ્યું છે.

ખોટના નામ પર ચાલાકી...

કારણ કે સરકારી તેલ કંપનીઓનું કહેવું છે કે પેટ્રોલની સિવાય સરકારના નિયંત્રણમાં થવાના લીધે ડિઝલ, ગેસ અને કેરોસીનના ભાવમાં વધારાથી તેમની ખોટ વધી રહી છે. ડીઝલની કિંમત છેલ્લે 26મી જૂન 2011ના રોજ વધી હતી. ત્રણેય કંપનીઓનો દાવો છે કે તેમને આ વર્ષે 1.86 લાખ કરોડની ખોટ થશે. સાચું તે એ છે કે ત્રણેય કંપનીઓ મોટો નફો કમાઇ રહી છે. 2011ના વાર્ષિક રિપોર્ટના મતે આઇઓસીને 7445 કરોડ, એચપીસીએલને 1539 કરોડ અને બીપીસીએલને 1547 કરોડ રૂપિયા નફો થયો. તે પણ ટેક્સ બાદ. ડિઝલ, ગેસ અને કેરોસીન પર ખોટની વાત પણ જુઠ્ઠી છે. કારણ કે સરકાર તેના પર સબ્સિડી આપી રહી છે.

ક્રૂડના નામ પર છેતરામણી...
કારણ કે તેલ કંપનીઓએ 26મી જૂન 2010ના રોજ (જ્યારે પેટ્રોલ નિયંત્રણ મુક્ત થયું હતું) કહ્યું હતું કે ક્રૂડ તેલની કિંમતોને ધ્યાના રાખીને દેશમાં પેટ્રોલના ભાવ નક્કી કરાશે. સરકાર અને કંપનીઓએ મળીને છેલ્લાં 2 વર્ષમાં 14 વખત ક્રૂડના નામ પર પેટ્રોલના ભાવ વધાર્યા છે. સત્ય તો એ છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ 114 ડોલર પ્રતિ બેરલ હતો, ત્યારે પણ તેલ કંપનીઓને ખોટ થઇ રહી હતી. આજે ક્રૂડનો ભાવ  91.47 ડોલર છે, તો પણ ખોટ થઇ રહી છે. રૂપિયાની તૂટતી કિંમત પણ ખોટી છે. કારણ કે 15મી મે 2011થી અત્યાર સુધીમાં ડોલર 10 રૂપિયા મોંઘો થયો છે અને ક્રૂડ તેલ 22 ડોલર સસ્તું થઇ ચૂક્યું છે. પરંતુ આ દરમ્યાન પેટ્રોલના ભાવમાં ફક્ત ત્રણ વખત મામૂલી ઘટાડો કર્યો.

ત્રણ વર્ષમાં 32.52 રૂપિયા વધ્યો
2009માં 22મી મે ના રોજ મનમોહન સિંગ બીજી વખત વડાપ્રધાન બન્યા હતા, ત્યારે પેટ્રોલ 40.62 રૂપિયા પ્રતિ લિટર મળતું હતું. ગયા વર્ષે તે 47, 2011માં 63 અને હવે 73 રૂપિયા પ્રતિ લિટર (દિલ્હી) થઇ ગયું છે. 1991માં મનમોહન નાણાંમંત્રી હતા, ત્યારે ઉદારતાવાદી આવ્યું. પેટ્રોલ ત્યારે 12.33 રૂપિયા પ્રતિ લિટર હતું. આજે વડાપ્રધાન છે 74 રૂપિયા લિટર. એટલે કે ઉદારતાવાદી 62 રૂપિયામાં પડી. 2004માં યુપીએ સરકાર બની ત્યારથી અત્યાર સુધીમાં પેટ્રોલ 22 વખત મોંઘું થયું છે.

નબળા ચલણની અસર શું ફક્ત આપણા પર જ ?
ભારતમાં 4 નવેમ્બર 11 (પાછલા વધારા)થી રૂપિયા 3 રૂપિયા નબળો હતો. જ્યારે પેટ્રોલમાં 14.5ના વધારો કર્યો હતો. જ્યારે આપણા પાડોશીઓને ત્યાં? ચીનમાં એક વર્ષમાં યુઆન 0.6 ટકા નબળો. ક્રૂડ તેલ સસ્તું હોવા પર 9મી મેના રોજ ભાવમાં 9 ટકાનો ઘટાડો. પાકિસ્તાનમાં એક વર્ષમાં 4.5 ટકા નબળો. પેટ્રોલના ભાવ 8.9 ટકા વધ્યા. હવે ભાવ ઘટાડવાની ચર્ચા. બાંગ્લાદેશ સપ્ટેમ્બર, 2011થી જાન્યુઆરી 2012ની વચ્ચે 15 ટકા ઘટાડ ટકા નબળો. પેટ્રોલના ભાવ ફક્ત એક વધત વધ્યા.

તમારો મત
ઉપરોક્ત હકીકત જાણ્યા બાદ આ ભાવ વધારે આપનું શું મંતવ્ય છે? તે અમને અહીં આપેલા ફીડબેક કોલમમાં લખી જણાવો



 
 
 

Your Opinion
 
 
Code:
1 + 5

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment