MCX-XSને મળી સરકારની ફાઇનલ અપ્રુવલ

સરકારે એમસીએક્સ-એસએક્સના સ્ટોક એક્સચેન્જના રૂપમાં નોટિફાઇ કરી દીધું છે. તેનાથી દેશના સૌથી નવા સ્ટોક એક્સચેન્જના પ્લેટફોર્મ પર ઇનિશયલ પબ્લિક ઑફર્સ, લિસ્ટિંગ, અને શેરોના ટ્રેડિંગનો રસ્તો ખુલી ગયો છે.
એમસીએક્સ-એસએક્સ (એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ)ને પહેલાં જ સ્ટોક એક્સચેન્જના રૂપમાં પૂરી રીતે કામકાજ કરવા માટે સેબીની મંજૂરી મળી ચૂકી છે. હવે મિનિસ્ટ્રી ઑફ કોર્પોરેટ અફેર્સે એમસીએક્સ-એસએક્સને 'રેકગ્નાઇજ્ડ સ્ટૉક એક્સચેન્જ'ના રૂપમાં નોટિફાઇ કરી દીધી છે. તેનાથી તે એક્સચેન્જ આઇપીઓ બાદ પોતાના પ્લેટફોર્મ પર કંપનીનું લિસ્ટિંગ અને બુક બિલ્ડિંગ ઑફર કરી શકશે. તેઓ પબ્લિક ઑફર્સ અને શેરોના ટ્રેડિંગ માટે બીજી ફેસિલિટીઝ પણ આપશે.
એમસીએક્સના પ્લેટફોર્મ પર લિસ્ટ થનાર કોઇપણ કંપનીના શેરને 'કોટેડ ઇન્વેસ્ટમેન્ટ' માનવા માટે પણ 'રેકગ્નાઇજ્ડ સ્ટૉક એક્સચેન્જ'ના રૂપમાં સરકાર દ્વારા નોટિફાઇ થવું જરૂરી છે. એમસીએક્સ-એસએક્સ કેટલાય એસેટ ક્લાસમાં લાઇવ ટ્રેડિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમાં ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ પણ સામેલ થશે. કારણ કે તેને સેબી પરથી તમામ અપ્રુવલ મળી ચૂકયા છે. આની પહેલાં 19મી ડિસેમ્બરના રોજ તેને સેબીને 'કમેંસમેંટ સર્ટિફિકેટ' મળ્યું હતું.
આ ઇક્વિટી, હોલસેલ ડેટ (બોન્ડ્સ) અને ઇન્ટરનેટ રેટ ડેરિવેટિવઝ જેવી નવી-નવી પ્રોડક્ટ્સ સેગમેન્ટ્સમાં લાઇવ ટ્રેડિંગ શરૂ કરવા માટે ફાઇનલ રેગ્યુલેટરી ક્લિયરન્સ હતું. એમસીએક્સ-એસએક્સમાં ટ્રેડિંગની શરૂઆત જાન્યુઆરીમાં થવાની આશા છે. એમસીએક્સ-એસએક્સ હજુ ફક્ત કરન્સી ડેરિવેટિવઝ સેગમેન્ટ માટે ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રોવાઇડ કરી રહ્યા છે. ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ, બોન્ડ્સ, અને ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ જેવા સેગમેન્ટ શરૂ થયા બાદ તે પૂરી રીતે સ્ટોક એક્સચેન્જ બની જશે.









