Advertisement
Home >> Gujarat Business >> Gujarat Only An Option: Maruti Chief

ગુજરાત અમારા માટે છે એક વિકલ્પ: મારૂતિ

Business Desk | Mar 27, 2012, 10:24AM IST
 
 

- આ વર્ષના અંત સુધીમાં કે 2013ની શરૂઆતના મહિનાઓમાં ગુજરાતમાં મહેસાણાના બહુચરાજી ખાતે ઉત્પાદન શરૂ કરી દેશે
- ગુજરાતમાં કાર બનાવા માટેનું વિસ્તરણ કરાશે. દેશમાં 2 મિલિયન કાર બનાવાનો ટાર્ગેટ છે
- ગુજરાત હંમેશ માટે એક વિકલ્પ છે, એટલે એવું નથી કે ગુડગાંવના બદલામાં ગુજરાત તરફ મીટ છે.

2011માં અંદાજે ત્રણ મહિના સુધી ચાલેલા શ્રમિકોના વિવાદથી ખફા દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડએ ગુડગાંવના પ્લાન્ટમાં ઉત્પાદન વધારવાના બહાને બેવડો ખેલ ખેલવાની તૈયારી કરી રહ્યું છે. તેના માટે કંપનીએ એક એક ડ્રાફટ તૈયાર કરી દીધો છે. આ વર્ષના અંત સુધીમાં કે 2013ની શરૂઆતના મહિનાઓમાં ગુજરાતમાં મહેસાણાના બહુચરાજી ખાતે ઉત્પાદન શરૂ કરી દેશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે.

આ અંગે મારૂતિના મેનેજિગં ડિરેકટર આર.સી.ભાર્ગવે કહ્યું કે ગુજરાતમાં કાર બનાવા માટેનું વિસ્તરણ કરાશે. દેશમાં 2 મિલિયન કાર બનાવાનો ટાર્ગેટ છે. ગુજરાત હંમેશ માટે એક વિકલ્પ છે, એટલે એવું નથી કે ગુડગાંવના બદલામાં ગુજરાત તરફ મીટ છે.

કંપનીના સત્તાવાર નિવેદનમાં દર્શાવાયું છે કે કંપની હંમેશા માનેસરમાં ઉત્પાદનની સાથો સાથ ગુજરાતમાં પણ ફેસિલિટી ઝડપથી ઉભી કરવાના વેતરણમાં છે. કંપની ત્રણ જગ્યાએ એટલે કે ગુડગાંવ, માનેસર અને ગુજરાતમાં વાહનો બનાવા માટેની કામગીરી કરશે.

મારૂતિ સુઝુકીના મેનેજિંગ ડિરેકટરે તાજેતરમાં જ ગુડગાંવ પ્લાન્ટના વિસ્તારની જાહેરાત કરી હતી. આ વિસ્તાર બે તબક્કામાં થવાની તૈયારી કરી છે. તેના અંતર્ગત ગુડગાંવ પ્લાન્ટમાં ફક્ત ડિઝલ કારોના એન્જિન બનાવાશે. કંપની એન્જિન બનાવા પર એટલા માટે જોર આપી રહ્યું છે કારણ કે ગુજરાતનો પ્લાન્ટ શરૂ થતાં જ અહીંથી કારોને વિદેશોમાં એક્સપોર્ટ કરાશે.

જાણકારોનું કહેવું છે કે મેનેજમેન્ટનું આ નિવેદન સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ગુડગાંવ પ્લાન્ટમાં કારોનું ઉત્પાદન બંધ કરીને તેને બીજે ક્યાંક શિફ્ટ કરાશે. કંપનીના સૂત્રોનું માનીએ તો આ યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે અને તેના પર જમીની કાર્યવાહી ઝડપથી તૈયાર થઇ ગઇ છે. એવામાં એ વાતની સો ટકા શક્યતાઓ છે અને નકારી પણ શકાય નહીં કે ગુડગાંવના પ્લાન્ટમાં કારોનું ઉત્પાદન બંધ થઇ જાય.



 

Your Opinion
 
 
Code:
7 + 7

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment