Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
Home >> Gujarat Business >> Gujarat Sabarmati Project Is World Infrastructure
ગુજરાતનો સાબરમતી પ્રોજેક્ટ ઝળક્યો વિશ્વ સ્તરે
City Reporter, Ahmedabad
| Jul 05, 2012, 16:44PM IST
- પ્રોજેક્ટને વિશ્ચના ૧૦૦ ઇનોવેટિવ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટમાં સ્થાન
ગુજરાતના અન્ય શહેરો જ નહીં ભારતના વિકસિત રાજ્યો પણ જે પ્રોજેક્ટને જોઇને અચંબામાં મૂકાય છે તે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કેપીએમજી દ્વારા તૈયાર કરવામાં આવેલી લિવેબલ અને સસ્ટેનેબલ હોય તેવા ૧૦૦ સૌથી વધારે ઇનોવેટિવ અને ઇન્સપાયરિંગ ગ્લોબલ અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટસની યાદીમાં સ્થાન પામ્યો છે. આ પ્રોજેક્ટની સાથે ભારતના અન્ય ચાર પ્રોજેક્ટસ પણ આ યાદીમાં સ્થાન પામ્યા છે.
આ પ્રોજેક્ટ માટે નોર્થ અમેરિકા, લેટિન અમેરિકા, યુરોપ, મિડલ ઇસ્ટ અને એશિયા પેસિફિકના ૩૯ દેશોના વિવિધ પ્રોજેક્ટસને પાંચ વ્યક્તિઓની પેનલ દ્વારા વિવિધ માપદંડો ધ્યાનમાં રાખીને સિલેકટ કરવામાં આવ્યા છે. ૧૦૦ પ્રોજેક્ટસમાંથી ૨૦ને ફાઇનલ સિલેકશન માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમાંથી ૧૦ પ્રોજેક્ટસને વિવિધ કેટેગરી માટે પંસદ કરવામાં આવ્યા હતા.
દેશના ક્યા પ્રોજેક્ટસને ટોપ ૧૦૦માં સ્થાન :
૧. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ
૨. ગોરાઇ ડિમ્પંગ ગ્રાઉન્ડ સાયિન્ટફિક કલોઝર
૩. દિલ્હી - મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર
૪. એજ્યુકેશન સિટી દાંતેવાડા
૫. ચેન્નાઇ સોલર ઇકોનોમિક ઝોન
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની ખાસિયતો :
- સાબરમતી નદી પર ૧૦.૫ કિલોમીટરનો સ્ક્રેચ
- નદીના બંને કાંઠે રિક્રિએશનલ સ્પેસ
- વોટર ગેમ્સ અને બોટિંગ માટેની વ્યવસ્થા
- ગાર્ડન અને માર્કેટ સ્પેસ
રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો લેન્ડ યુઝ પ્લાન :
ગાર્ડન કે ઓપન સ્પેસ..............૫૩.૮૪%
પબ્લિક યુટિ. એરિયા...............૧૧.૦૮%
એસઆરએફડી રોડ..................૧૯.૩૮%
લેન્ડ ફોર સેલ.........................૧૪.૫૦%
વધારાનો વિસ્તાર.................... ૧.૨૦%
સિલેકશન ક્રાઇટેરિયા :
- યુનિક સ્કેલ
- ફિઝિબિલિટી
- સોશિયલ ઇમ્પેકટ
- ટેક્નિકલ કોમ્પ્લેક્સિટી
- ફાઇનાન્શિયલ કોમ્પ્લેક્સિટી
- સામાજિક અસર
નદીનું ઈકોલોજિકલ મહત્વ સમજવું જરૂરી :
‘સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કોમર્શિયલ કોમ્પ્લેકસ અને કોમર્શિયલ એક્ટિવિટીને બદલે જાહેર સુવિધાઓ, વોક વે, સાયકલ ટ્રેક, ગાર્ડન્સ વધારે સંખ્યામાં બને તે ઇચ્છિત છે. આ સાથે નદીના તટનું ઇકોલોજિકલ મહત્વ સમજીને પ્રોજેક્ટ વિકસાવાશે તો વાસ્તવમાં ગર્વ અપાવનાર પ્રોજેક્ટ બની રહેશે.’ - પ્રો. ઋતુલ જોશી & આસિ. પ્રોફેસર, સ્કૂલ ઓફ પ્લાનિંગ, સેપ્ટ યુનિવર્સિટી







