Advertisement
Home >> Gujarat Business >> Guj’S Debt Tripled In 10 Yrs Of Modi

'વાયબ્રન્ટ' ગુજરાતનું દેવું મોદીરાજમાં ત્રણ ગણું વધ્યું

Summit Khanna, DNA, Gandhinagar | Dec 17, 2011, 21:50PM IST
 
 


- 2001-02ના વર્ષમાં ગુજરાતનું દેવું રૂપિયા 45301 કરોડ હતું
- 2010-11માં વધીને 1.17 લાખ કરોડ થયું
- 2012-13માં વધીને રૂપિયા 1.48 લાખ કરોડે પહોંચવાની ધારણા
- 2013-14ના વર્ષમાં રાજકીય દેવું રૂપિયા 1.69 લાખ કરોડ થવાની શક્યતા છે
- રાજ્યનું દેવું અને જીએસડીપીનો રેશિયો 2001-02ના વર્ષમાં 1:3 હતો, જે ચાલુ વર્ષમાં 1:4.5ના રેશિયા પર ઉભો છે

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી વખત ગુજરાતને 'દેશના ગ્રોથ એન્જિન' તરીકે ગણાવી રહ્યા છે. ગુજરાતનો દેશના વિકાસમાં મોટો પાયો છે તેવી વાતો થઇ રહી છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ જોવા મળી રહી છે. ગુજરાતનું દેવું છેલ્લાં દસ વર્ષમાં ત્રણ ગણુ વધી ગયું છે.

2001-02ના વર્ષમાં ગુજરાતનું દેવું રૂપિયા 45301 કરોડ હતું, જે 2010-11માં વધીને 1.17 લાખ કરોડ થયું અને જે ચાલુ નાણાંકીય વર્ષના અંતમાં રૂપિયા 1.29 લાખ કરોડો પહોંચે તેવી ધારણા છે.

જ્યારે રાજ્યનું દેવું 2012-13માં વધીને રૂપિયા 1.48 લાખ કરોડે પહોંચે તેવી શક્યતા છે અને જે 2013-14ના વર્ષમાં રાજકીય દેવું રૂપિયા 1.69 લાખ કરોડ થવાની શક્યતા છે. જો કે તાજેતરના વર્ષોમાં ખર્ચમાં વધારો થયો છે.

આ અંગે નાણાં વિભાગના મુખ્ય સચિવ એમએમ શ્રીવાસ્તવે કહ્યું કે રાજ્યનું દેવું તાજેતરના વર્ષોમાં નિરપેક્ષ સંદર્ભમાં જતું રહ્યું છે, પરંતુ મહત્વપૂર્ણ સંકેત એ છે કે તે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીએસડીપી)ની ટકાવારીના મામલામાં નીચે આવ્યો છે.

આ અંગે નાણાં વિભાગના મુખ્ય સચિવ એમએમ શ્રીવાસ્તવે કહ્યું કે રાજ્યનું દેવું તાજેતરના વર્ષોમાં નિરપેક્ષ સંદર્ભમાં જતું રહ્યું છે, પરંતુ મહત્વપૂર્ણ સંકેત એ છે કે તે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીએસડીપી)ની ટકાવારીના મામલામાં નીચે આવ્યો છે.

ગુજરાતના નાણાંમંત્રી તરીકે વજુભાઇ વાળા છેલ્લાં દોઢ દાયકાથી પણ વધુ સમયથી નાણાંમંત્રાલયના હેડ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. કેટલાંય પ્રયાસો છતાંય તેમની આ અંગે ટિપ્પણી મેળવી શકાઇ નથી.

સરકારી આંકડા પ્રમાણે ગુજરાતનો જીએસડીપી 2001-02માં રૂપિયા 1.33 લાખ કરોડ હતો, જે 2011-12માં વધીને રૂપિયા 5.80 લાખ કરોડો પહોંચવાની ધારણા છે. આમ, રાજ્યનું દેવું અને જીએસડીપીનો રેશિયો 2001-02ના વર્ષમાં 1:3 હતો, જે ચાલુ વર્ષમાં 1:4.5ના રેશિયા પર ઉભો છે.
 
જ્યારે સત્તાવાર અધિકારીઓનું કહેવું છે કે રાજ્યનું દેવું વિકાસ અને સામાજિક ક્ષેત્રની પાછળ ખર્ચના લીધે વધ્યું છે. જ્યારે વિપક્ષ કૉંગ્રેસનું કહેવું છે કે ભ્રષ્ટાચાર, ખોટા વહીવટ અને નાણાંકીય શિસ્તના અભાવે રાજ્યના દેવામાં ધરખમ વધારો થયો છે.

રાજ્ય સરકાર દર વર્ષે હજારો-કરોડો રૂપિયા દર વર્ષે ઉત્સવો પાછળ ખર્ચે છે અને હવે ઉપવાસો પાછળ. તેના લીધે રાજ્યના દેવામાં વધારો થઇ રહ્યો છે તેમ ગુજરાત કૉંગ્રેસના પ્રેસિડન્ટ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં 1995માં જ્યારે બીજેપીના હાથમાં સત્તા હતી ત્યારે રાજ્યનું કુલ દેવું રૂપિયા 10000 કરોડ હતું.

તમારો મત
ગુજરાત રાજ્યના વિકાસ, દેવા અને મોદી સરકાર વિશે આપનું શું કહેવું છે? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.


 
 
 

Your Opinion
 
 
Code:
4 + 1

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment