Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> Hotel In Alps In Europe

PICS: દુનિયાની સૌથી ઉંચાઇએ આવેલી હોટેલ તમને ડરાવી દેશે

1 of 7 Photos

યુરોપમાં આલ્પસ પર્વતમાળામાં 1000 ફૂટની ઉંચાઇએ આવેલી આ દુનિયાની સૌથી ડરામણી લાગતી હોટેલ છે. ઇટાલીમાં મોન્ટ બ્લેન્ક પર્વતમાળામાં 12 પર્વતારોહકો માટે ડિઝાઇન કરવામાં આવી છે આ સફેદ અને લાલ રંગની મેટલ ટ્યુબ.


તેમાં લાકડાના બેડ, કિચન, ડાઇનિંગ રૂમ, સ્ટોરેડ રેક અને ગ્લેસિયરના નજારા દેખાડતો લિવિંગ રૂમ છે.


પર્વતારોહણના નિષ્ણાતો માને છે કે આ હોટેલ ઠંડા તોફાનોમાં અટવાયેલા પર્વતારોહકોની જિંદગી બચાવી શકે છે અને તેમને રાત્રે આશરો પણ પૂરો પાડશે. સોલર પાવરથી ચાલતી આ હોટેલના સ્થાને પહેલા અહીં 1948માં બનાવાયેલી એક લાકડાની હટ હતી, તેમ ડેઇલી મેલમાં જણાવાયું છે.


ઇટાલીના ડિઝાઇનરોએ તેને 2,50,000 યુરોના ખર્ચે બનાવી છે. 100 ચોરસ મીટરમાં આવેલી આ હોટેલ સમુદ્ર સપાટીથી 3000 મીટરની ઉંચાઇએ છે. અહીં રહેવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરાવવું પડે છે અને એક રાત્રિ રોકાવવાનો ખર્ચ 30 યુરો છે.



Your Opinion
 
 
Code:
2 + 3

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment