Advertisement
Home >> Business Gyan >> In 8000 The Company Sold 740 Million Indian Rupees

8000 રૂપિયામાં શરૂ કરેલી કંપની વેચી 740 કરોડ રૂપિયામાં

Business | Jun 03, 2012, 09:31AM IST
 
 

ફક્ત 9 વર્ષ પહેલા શરૂ કર્યું હતું આ સાહસ અને પહોંચ્યા સફળતાની શિખરે

-માર્ટિન હાલ ટેલિવીઝન ચેનલ પર પણ પ્રોગ્રામ આપે છે
-લેવિસની વેબસાઇટને ખરીદનારી કંપની બ્રિટનની સૌથી જુની અને સૌથી મોટી સરખામણી કરતી વેબસાઇટ છે.


થોડા વર્ષો પહેલા તે તેની ભાવિ પત્નિને રેસ્ટોરન્ટમાં લઇ જવા ડિસ્કાઉન્ટ વાઉચરનો ઉપયોગ કરતો હતો. પણ ગઇકાલે જ માર્ટિન લેવિસે પોતાની વેબસાઇટ મનીસેવિંગએક્સપર્ટ.કોમ ને 8.7 કરોડ પાઉન્ડમાં વેચી દીધી છે. આ વેબસાઇટ પર મની સેવિંગ્સ એક્સપર્ટ ગણાતા માર્ટિન પૈસા બચાવવા માટેનું એક્સપર્ટ ગાઇડન્સ આપતા હતા.

40 વર્ષના માર્ટિન પર્સનલ ફાઇનાન્સ જર્નલિસ્ટ અને ટીવી પંડિત છે. તેમણે 2003માં ફક્ત 100 પાઉન્ડના ખર્ચે વેબસાઇટ શરૂ કરી હતી. તેમણે કિંમતોની સરખામણી કરતી વેબસાઇટ મનીસુપરમાર્કેટ સાથે સોદો કર્યો છે.આ સોદાને પગલે તેમને તેમના 70 લાખ સબસ્ક્રાઇબરોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું છે, સબસ્ક્રાઇબરોએ ઇમેઇલમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

લેવિસ કહે છે કે તેમણે મની સુપરમાર્કેટને એટલા માટે પસંદ કરી છે કે તે કોઇ પ્રોડક્ટ વેચતી કંપનીની માલિકીની નથી અને એક એડિટોરિયલ કોડ તેણે સાઇન કર્યો છે જે ધ્યાન રાખશે કે વેબસાઇટની કન્ટેન્ટ વ્યાવસાયિક દબાણોથી મુક્ત રહે.

તેમણે જણાવ્યું હતું કે તેમની વેબસાઇટ મનીસેવિંગએક્સપર્ટ.કોમ લોકોની દૈનિક જિંદગીનો એક ભાગ બની ગઇ છે, તે તેને શરૂ કરનાર વ્યક્તિ કરતા પણ મોટી થઇ ગઇ છે અને હવે એ સમય આવી ગયો છે કે તે પોતાના પગ પર ઉભી રહે, તેમ ડેઇલી મેલના એક અહેવાલમાં જણાવાયું છે.

માર્ટિન ત્રણ વર્ષ સુધી મનીસુપરમાર્કેટના સંસાધનો સાથે વેબસાઇટના એડિટર ઇન ચીફ બની રહેશે. લેવિસે રોકડ અને શેર તરીકે 6 કરોડ પાઉન્ડ મેળવ્યા છે જ્યારે આગામી ત્રણ વર્ષમાં લક્ષ્યાંક પુરા કરવાની શરતે બીજા 2.7 કરોડ પાઉન્ડ તમને ચુકવવામાં આવશે.

એક હેડમાસ્ટરન પુત્ર લેવિસ લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સમાં ભણ્યા છે અને પત્રકાર તરીકે કામ પણ કર્યું છે. તેમણે 2003માં વેબસાઇટ શરૂ કર્યા પહેલા રેડિયો 4ના ટુડે પ્રોગ્રામમાં કામ કર્યું છે. તેઓ આઇટીવીની ડેબ્રેક પ્રોગ્રામ તેમજ બીબીસીના વોચડોગ પર પર્સનલ ફાઇનાન્સ અંગેની ચર્ચા સાથે નિયમિત રીતે દેખાતા હોય છે.
 
 
 

Your Opinion
 
 
Code:
7 + 5

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment