ભારતના રાષ્ટ્રપતિ દેશના પહેલા નાગરિક હોય છે. તેમની ભવ્ય લાઇફસ્ટાઇલથી માંડી સુરક્ષા સુધી આ બાબતનો પુરાવો જોઇ શકાય છે. તેમનું પદ દેશની વહીવટી વ્યવસ્થામાં સૌથી અગ્રિમ હોય છે.
આવી જ સુવિધાઓમાં સામેલ છે તેમનું હાઇપ્રોફાઇલ પ્લેન. એર ફોર્સ વન રાજદૂત નામના આ પ્લેનમાં દુનિયાની એ દરેક સુવિધા છે જેની એક વીવીઆઇપીને જરૂર પડે છે. આ વીવીઆઇપી બોઇંગ પ્લેનનો દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રેસીડેન્ટ પણ ઉપયોગ કરે છે. ભારતના રાષ્ટ્રરપતિ બન્યા બાદ પ્રણવ મુખર્જી કયા પ્લેનમાં ફરશે, તેની કિંમત કેટલી છે અને તેના ફીચર કયા કયા છે તેના પર એક ફોટો ફીચર અહીં રજૂં કરાયું છે-