સુસ્તી પર બજાર બંધ, અગ્રણી શેરો તૂટ્યા

બજારે આ સપ્તાહની શરૂઆત ઠંડી રીતે કરી છે. આજે સવારથી જ બજારમાં સુસ્તી હતી. શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી ઉપર હતાં. પરંતુ પાછળથી ધીરે-ધીરે નીચે જતા રહ્યા. છેલ્લે સેન્સેક્સ-નિફ્ટી અંદાજે 0.5 ટકા નીચે આવી ગયો. જોકે મિડકેપ અને સ્મોલકેપ આજે પણ થોડા આગળ વધવામાં સફળ રહ્યાં. કુલ મળીને આજનો વેપાર ખૂબ જ સુસ્ત હતો.
સુસ્ત વેપારની વચ્ચે આખરે બીએસઇ ખાતે સેન્સેક્સ 72.50 અંક ઘટાડાની સાથે 19245ની સપાટી પર બંધ રહ્યો. નિફ્ટી 24 અંક એટલે કે 0.4 ટકાની નરમાઇ સાથે 5855.50ની સપાટી પર બંધ રહી.
સવારે ખૂલતા બજારે
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય બજારોની શરૂઆત ઘટાડા સાથે થઇ છે. ત્યારે એશિયન બજારોની વાત કરીએ તો શાંઘાઇ અને નિક્કીને છોડીને તમામ બજારોમાં નરમાઇ જોવા મળી રહી છે. નિક્કીમાં 1.5 ટકા અને શાંઘાઇમાં 0.5 ટકાનો ઉછાળો આવ્યો છે. બાકી એશિયન બજારોમાં 0.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
કન્ઝયુમર ડ્યુરેબલ્સ અને ઑઇલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલીના દબાણથી ભારતીય બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આઇટી, મેટલ, ઑટો, અને પીએસયૂ શેરોમાં ખરીદીના બળ પર બજારમાં મોટાપાયા પર ઘટાડો હાવી થઇ શક્યો નથી. શરૂઆથના ટ્રેડિંગ સેશનમાં અગ્રણી શેરોની સરખામણીમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વધુ તેજી જોવા મળી રહી છે.
હાલ બીએસઇ ખાતે સેન્સેક્સ 19 અંકના ઘટાડા સાથે 19298ની સપાટી પર વેપાર કરી રહ્યો છે. એનએસઇ ખાતે નિફ્ટી 8 અંકના ઘટાડા સાથે 5871.60ની સપાટી પર વેપાર કરી રહ્યા છે.
બજારમાં ટ્રેડિંગ સેશન દરમ્યાન ભારતી એરટેલ, એલએન્ડટી, આઇટીસી, ગેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇડીએફસી, એસીસી, અને સિમેન્સ જેવા અગ્રણી શેરોમાં 1-0.5 ટકાની નરમાઇ નોંધાઇ છે. જોકે, હિન્દાલકો, મારૂતિ સુઝુકી, ઓએનજીસી, જિંદાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, બીપીસીએલ, લ્યુપિન, બેન્ક ઓફ બરોડા, અને પીએનબી જેવા અગ્રણી શેરોમાં 1.2-0.7 ટકાનો ઉછાળો નોંધાયો છે.








