Divya Bhaskar
Business
Home » Business » Share Bazaar » Stock Market » Indian Stock Market Down, DLF Stock Cresh

બજાર સતત ચોથા દિવસે ઉપરમાં બંધ રહેવામાં સફળ, આઇટી શેરોમાં તેજી

Business Desk | Jan 04, 2013, 16:22PM IST
બજાર સતત ચોથા દિવસે ઉપરમાં બંધ રહેવામાં સફળ, આઇટી શેરોમાં તેજી

2013ના પ્રથમ સપ્તાહના છેલ્લાં ટ્રેડિંગ સેશનમાં બજાર નજીવા વધારા સાથે બંધ રહ્યું. બજારમાં આજે દિવસના અંતમાં રિકવરી આવતા બજાર સતત ચોથા દિવસે ઉપરમાં બંધ રહેવામાં સફળ રહ્યું છે. સેન્સેક્સ 19 અંક વધીને 19784 અને નિફ્ટી 7 અંક વધીને 6016 પર બંધ રહી છે.

સુસ્તી હોવા છતાંય મિડકેપ શેરોમાં ખરીદી નીકળી અને નિફ્ટી 0.3 ટકા ચઢ્યો. બીએસઇ ખાતે સ્મોલકેપ શેરોમાં નજીવી તેજી જોવા મળી.

ડીઝલના ભાવ વધારવા પર પેટ્રોલિય મંત્રાલય દ્વારા કેબિનેટ નોટ રજૂ કરવાથી ઑઇલ એન્ડ ગેસ શેર 1 ટકા ચઢયો. સરકારી કંપનીઓના શેરમાં એક ટકાનો ઉછાળો આવ્યો.

નબળા રૂપિયાના લીધે આઇટી શેરમાં 1 ટકા અને ટેકનોલોજીના શેરમાં 0.7 ટકાની મજબૂતી આવી. સરકાર દ્વારા વીજળીની કિંમતો પર ફરીથી વધારા પર વિચાર કરવાના સમાચારથી પાવર શેર 0.5 ટકા ચઢ્યા.

કન્ઝયુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.4 ટકાની તેજી આવી. રિઅલટી અને હેલથકેર શેર 0.2 ટકા મજબૂત થયો. બેન્ક શેરોમાં નજીવી વૃદ્ધિ દેખાઇ.

અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ ખરીદવાની યોજના બંધ કરવાના ડરથી મેટલ શેર 1 ટકા તૂટ્યો. એફએમસીજી અને ઑટો શેરોમાં 0.25 ટકાનો ઘટાડો આવ્યો. કેપિટલ ગુડઝ શેરો પર પણ દબાણ રહ્યું.

સવારે ખૂલતા બજારે

આંતરરાષ્ટ્રીય બજારોમાંથી નરમાઇના સંકેત મળવાના લીધે સ્થાનિક બજારોએ સુસ્તી સાથે શરૂઆત કરી છે. સેન્સેકસ 17 અંક વધીને 19782 અને નિફટી 2 અંક વધીને 6012 પર ખૂલી છે. શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં બજારમાં ઘટાડો આવ્યો છે.

ડીઝલ કિંમતો અને સબ્સિડાઇઝડ એલપીજી સિલિન્ડરની સંખ્યા વધારવા પર કેબિનેટ નોટ રજૂ કર્યા બાદ ઑઇલ એન્ડ ગેસ શેરમાં 0.5 ટકાનો ઉછાળો છે. રૂપિયામાં નરમાઇના લીધે આઇટી શેર 0.5 ટકા અને ટેકનોલોજીના શેર 0.3 ટકા વધ્યા છે. સરકારી કંપનીઓના શેરોમાં નજીવી તેજી છે.

રિઅલટી, મેટલ, બેન્ક, કન્ઝયુમર ડ્યુરેબલસ, કેપિટલ ગુડઝ શેર 0.7-0.2 ટકા તૂટ્યો છે. ઑટો અને હેલથકેર શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઑઇલ એન્ડ ગેસ શેરમાં ઓએનજીસી, ઇન્ડિયન ઑઇલ, બીપીસીએલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2-0.5 ટકા ચઢ્યો છે.

એચસીએલ ટેક, અંબુજા સિમેન્ટ, ઇન્ફોસીસ, એનટીપીસી, ટીસીએસ, ડૉ.રેડ્ડી, પાવર ગ્રીડ, રેનબક્સી, એશિયન પેન્ટસ, વિપ્રો, કેઇર્ન ઇન્ડિયા જેવા અગ્રણી શેર 0.8-0.2 ટકા તૂટ્યા છે.

કૉમ્પિટિશન કમીશન દ્વારા ઝાટકો મળ્યા બાદ ડીએલએફના શેરમાં 1.5 ટકાનો ઘટાડો આવ્યો છે.

એશિયન બજારોમાં નિક્કી સિવાય તમામ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં છે. કૉસ્પી, હેંગસેંગ, તાઇવાન ઇન્ડેક્સ 0.8-0.6 ટકા તૂટયો છે. કેટલાંય દિવસની રજા બાદ ખુલેલા નિક્કીમાં 2.5 ટકાનો ઉછાળો આવ્યો છે.

ગુરૂવારના રોજ અમેરિકન બજાર ગઇકાલે અંદાજે 0.5 ટકા ઘટાડાની સાથે બંધ રહ્યો. સ્ટિમ્યુલસ પેકેજ ચાલુ રાખવાની સમય મર્યાદા પર મતભેદથી રોકાણકારો ઉદાસ થયા અને બજારમાં સુસ્તી છવાઇ.

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
2 + 7

 
Advertisement

Market

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment