Advertisement
Home >> Share Bazaar >> Stock Market >> Indian Stock Market Positve Zone Opening, ONGC Stc

મુખ્ય આ બે કારણોના લીધે બજારમાં રોનક, સેન્સેકસમાં 237 અંકનો ઉછાળો

Business Desk | Jul 10, 2012, 15:48PM IST
 
 


સારા આંતરરાષ્ટ્રીય સંકેત અને રૂપિયામાં મજબૂતી આવવાથી બજારે 1.25 ટકાની છલાંગ લગાવી. સેન્સેકસ 226 અંક વધીને 17618 અને નિફટી 70 અંક વધીને 5345 પર બંધ રહ્યો.

ચીનમાં ધારણાં કરતાં સારા આંકડાઓના લીધે એશિયન બજારોમાં ખરીદી પરત આવી, તેના લીધે સ્થાનિક બજારોએ પણ તેજીની સાથે શરૂઆત કરી. રૂપિયામાં 4 દિવસ બાદ મજબૂતી પર આવી. શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં બજાર સીમિત દાયરામાં ફરતું નજર આવ્યું.

ઓટો શેરોમાં આવેલી જોરદાર તેજીએ બજારની મજબૂતીને વધારી. સ્પેન માટે 1 વર્ષની લોન મંજૂર થવાના સમાચારથી યુરોપિયન બજારો વધ્યા. તેના લીધે સ્થાનિક બજારોએ પણ રફતાર પકડી.

બજારની તેજીમાં સૌથી મોટો હાથ એફએમસીજી અને ઓટો શેરોની રહી. નીચામાં ખૂલેલા એફએમસીજી શેર અંદાજે 2 ટકા વધીને બંધ રહ્યા. ત્યારે ઓટો શેર 1.5 ટકા વધુ વધ્યા.

બપોરે 2.10 વાગ્યે
બજારમાં જોશ વધી રહ્યો છે અને સેન્સેકસ-નિફટી 1 ટકા વધી ગયા છે. બપોરે 2.10 વાગ્યે સેન્સેકસ 168 અંક વધીને 17560 અને નિફટી 53 અંક વધીને 5328ની સપાટી પર છે. મિડકેપ અને સ્મોલકેપ શેર પણ 1-0.75 ટકા વધ્યા છે.

ઓટો, બેન્ક, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડ્યુરેબલ્સ શેર 1.7-1 ટકા ઉછળ્યો છે. હેલ્થકેર, એફએમસીજી, રિઅલટી, ઓઇલ એન્ડ ગેસ, મેટલ, પીએસયૂ, આઇટી અને એફએમસીજી શેર 0.8-0.4 ટકા મજબૂત છે.

સતત ચોથા દિવસના ઘટાડા બાદ રૂપિયામાં મજબૂતી આવી છે. અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયો 55.55 સુધી ગયો છે.

મિશ્ર આર્થિક આંકડાઓના લીધે યુરોપિયન બજારોમાં નજીવી મજબૂતી છે. સીએસી અને એફટીએસઇ 0.4-0.25 ટકા તેજ છે. ડીએએક્સ ગ્રીન ઝોનમાં છે.
સવારે ખૂલતા બજારે
બજારના ઘટાડા પર બ્રેક લાગી છે અને બજારોએ મજબૂતીની સાથે શરૂઆત કરી છે. સેન્સેકસ 40 અંક વધીને 17432 અને નિફટી 11 અંક વધીને 5287 પર ખૂલ્યો છે. મિડકેપ અને સ્મોલકેપમાં 0.25 ટકાની મજબૂતી છે.

મેટલ, બેન્ક, ઓઇલ એન્ડ ગેસ, આઇટી, ટેકનિકી, પીએસયૂ, કન્ઝયુમર ડ્યુરેબલ્સ, રિઅલટી, હેલ્થકેર, ઓટો શેર 0.6-0.4 ટકા વધ્યો છે. કેપિટલ ગુડઝ શેરોમાં 0.25 ટકાની મજબૂતી છે.

ઓએનજીસી વિદેશની લિસ્ટિંગના સમાચારથી ઓએનજીસીના શેરોમાં 0.75 ટકાની તેજી છે.

કોલ ઇન્ડિયા, હિન્દાલકો, ટાટા મોટર્સ, ગેલ, એચડીએફસી બેન્ક, ઇન્ફોસીસ, એસબીઆઇ, વિપ્રો, એચડીએફસી, સિપ્લા, હીરો મોટોકોર્પ, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, એલએન્ડટી 1.25-.0.5 ટકા મજબૂત છે.

જો કે એફએમસીજી અને પાવર શેર 0.25 ટકા નબળો છે. એસએન્ડપી દ્વારા રેટિંગ ઘટાડવાની અસર આજે પણ ટાટા પાવર પર જોવા મળી છે અને શેર 1 ટકા તૂટ્યો છે.

ચીનના ધારણા કરતાં સારા આંકડાઓ છતાંય એશિયન બજારોમાં મિશ્રપ્રતિસાદ વેપાર થઇ રહ્યો છે. શાંઘાઇ કંપોઝીટ, હેંગસેંગ, કોસ્પી અને તાઇવાન ઇન્ડેકસ 0.3-0.7 ટકા તૂટ્યો છે. સોમવારે દુનિયાભારમાં ગ્રોથને લઇને ચિંતા અને કંપનીઓના ત્રિમાસિકના પરિણામો પહેલાં અમેરિકન બજારોમાં દબાણ જોવા મળ્યું.


 
 
 

Your Opinion
 
 
Code:
9 + 7

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment