સારા આઇઆઇપી છતાંય બજાર નિરાશા સાથે બંધ

શ્રેષ્ઠ આઇઆઇપી આંકડા અને રિટેલ મોંઘવારી ન ઘટતા આબરબીઆઇ દ્વારા રેટ ઘટાડાની શક્યતા ઓછી થઇ ગઇ છે. તેના લીધે બજારમાં નિરાશા જોવા મળી.
સેન્સેક્સ 32 અંક તૂટીને 19355 અને નિફ્ટી 11 અંક તૂટીને 5888 પર બંધ રહી. અગ્રણીઓની સરખામણીમાં સ્મોલ અને મિડકેપ શેરોમાં વધુ ખરીદી જોવા મળી. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ 0.3
ટકા મજબૂત રહ્યાં.
સૌથી વધુ ઘટાડો કેપિટલ ગુડઝ શેરોમાં આવ્યા. બીએસઇ કેપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ 1 ટકા તૂટ્યો. પીએસયૂ, મેટલ, પાવક, બેન્ક શેરોમાં 0.8-0.3 ટકાની નરમાઇ જોવા મળી. એફએમસીજી અને રિઅલટી શેર પણ તૂટ્યા.
સવારે ખૂલતા બજારે
આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળેલા સારા સંકેતોના બળ પર ભારતીય બજારોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. મંગળવારના રોજ ટ્રેડિંગ સેશનમાં વૉલ સ્ટ્રીટમાં 0.5-1 ટકાની ઉછાળો જોવા મળ્યો. ત્યારે હજુ એશિયન બજારોમાં 0.5-0.7 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.
આઇટી, ઑટો, મેટલ, કન્ઝયુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, અને હેલ્થકેર શેરોમાં આવેલી ખરીદીથી બજારમાં વૃદ્ધિ બની રહી છે. જોકે, પાવર, પીએસયૂ, અને બેન્ક શેરોમાં વેચવાલીથી બજાર પર નજીવું દબાણ જોવા મળી રહ્યું છે. અગ્રણી શેરોની સરખામણીમાં મિડકેપ શેર વધુ ચઢ્યો છે. સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે.
હાલ બીએસઇ ખાતે સેન્સેક્સ 28.50 અંકની વૃદ્ધિ સાથે 19415.50ની સપાટી પર વેપાર કરી રહ્યો છે. ત્યારે એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી 7 અંકની વૃદ્ધિ સાથે 5905.70ની સપાટી પર વેપાર કરી રહ્યો છે.








